દાઉદ ગૅન્ગના ખંડણીબાજ રિયાઝ ભાટીની ધરપકડ

07 October, 2019 12:27 PM IST  |  મુંબઈ

દાઉદ ગૅન્ગના ખંડણીબાજ રિયાઝ ભાટીની ધરપકડ

રિયાઝ ભાટી

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે દાઉદ ગૅન્ગના ભાગેડું ખંડણીબાજ રિયાઝ ભાટીને દક્ષિણ મુંબઈના ક્રૉફર્ડ માર્કેટ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. ગોરેગામના એક વેપારી પાસેથી પાંચ લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરવાના પ્રયાસની ગયા જૂન મહિનામાં નોંધાવવામાં આવેલી ફરિયાદને આધારે રિયાઝ ભાટીની ધરપકડ કરવામાં આવી હતી. તે વેપારી સાથેની ભાગીદારી તૂટ્યા પછી રિયાઝે અંધારી આલમને નામે તેની પાસે ખંડણી માગવા માંડી હતી.
૫૦ વર્ષના રિયાઝને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં મેજિસ્ટ્રેટે તેને ૯ ઑક્ટોબર સુધી પોલીસ-કસ્ટડીમાં રિમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો હતો. મુંબઈ ક્રિકેટ અસોસિએશનની મેમ્બરશિપ મેળવવા માટે બનાવટી સહી કરવાના આરોપસર ગયા જુલાઈ મહિનામાં મુંબઈ પોલીસના ઍન્ટિ-એક્સ્ટૉર્શન સેલે રિયાઝની ધરપકડ કરી હતી. ગયા ઑગસ્ટ મહિનામાં અંબોલી પોલીસ સ્ટેશને રિયાઝ અને તેના ભાઈ વિરુદ્ધ ખંડણી ઉઘરાવવાનો કેસ નોંધ્યો હતો. રિયાઝની સામે ખંડાલામાં ગોળીબાર કરવાના બે કેસ અને મલાડમાં જમીન હડપ કરવાનો એક કેસ નોંધાયો છે.

mumbai