વિલે પાર્લેમાં અમર નાઇક ગૅન્ગનો ગૅન્ગસ્ટર ઝડપાયો

14 February, 2021 12:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિલે પાર્લેમાં અમર નાઇક ગૅન્ગનો ગૅન્ગસ્ટર ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

બોરીવલી (પશ્ચિમ)ના રહેવાસી ૫૦ વર્ષના મનીષ રવીન્દ્ર શેટ્ટીની પિસ્ટલ, મૅગેઝિન અને ત્રણ બુલેટ્સ સાથે વિલે પાર્લેમાંથી ધરપકડ કરવામાં આવી હોવાનું મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું. શેટ્ટી અમર નાઇક ગૅન્ગનો ગુંડો હોવાનું કહેવાય છે. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૮ના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મનીષ શેટ્ટીને ગુરુવારે સાંજે વિલે પાર્લેના બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૦માં અંધેરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી માગવાના એક કેસમાં એ જામીન પર છૂટીને રફુચક્કર થઈ ગયો હતો. મનીષ સામે અનેક ક્રિમિનલ કેસ નોંધાયેલા છે.’

mumbai mumbai news borivali vile parle