લૉન લઈને પૉશ કાર ખરીદી, બનાવટી ડૉક્યુમેન્ટસ બનાવી વેચતી ટોળકી પકડાઈ

20 January, 2021 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૉન લઈને પૉશ કાર ખરીદી, બનાવટી ડૉક્યુમેન્ટસ બનાવી વેચતી ટોળકી પકડાઈ

પ્રતીકાત્મક તસવીર

બનાવટી દસ્તાવેજોના આધારે નાની બેન્ક અને પ્રાઇવેટ ફાઇનેનશ્યલ ઇન્સ્ટીટ્યૂટ પાસેથી વૈભવી કાર્સ લોન પર લઇ તેના બનાવટી આરસી બુક(સ્માર્ટ કાર્ડ઼) બનાવી અન્ય રાજ્યોમાં વેચી રોકડા કરી લેનાર ટોળકીને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધી છે. તેમની પાસેથી જે વૈભવી ગાડીઓ રિકવર કરાઈ છે એ જોતા ભલભલાની આંખો ચાર થઇ જાય એમ છે. રિકવર કરાયેલી ગાડીઓમાં બે મર્સિડિઝ, બે ઓડી, ફોર્ડ એન્ડેવર, ટોયોટા ફોર્ચ્યુનર, મીની કુપર, એમજી હેક્ટર, અને અન્ય ગાડીઓનો સમાવેશ થાય છે. ક્રાઇમ બ્રાંચે રુપિયા 5.61 કરોડ કિમંતની કુલ 19 કાર આ ટોળકી પાસેથી જપ્ત કરી છે.

 આ ટોળકીએ ડાઇમલર ફાઇનેનશિયલ  એસઇઆર ઇન્ડિયા પ્રાઇવેટ લિ. અને એવી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાંથી  બનાવટી દસ્તાવેજોના આધારે લોન પર વૌભવી કાર્સ ખરીદતી હતી. ક્રાઇમ બ્રાંચે હાલ 7 જણની ધરપકડ કરી છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

mumbai mumbai news Crime News mumbai crime news