કાંદિવલી-વેસ્ટમાં રત્નાકર સોસાયટીમાં બનાવી ગુફા

28 September, 2012 07:39 AM IST  | 

કાંદિવલી-વેસ્ટમાં રત્નાકર સોસાયટીમાં બનાવી ગુફા

મંડળના અધ્યક્ષ વિપુલ વોરા અને ઉપાધ્યક્ષ પ્રવીણ ભૂપતાણીએ કહ્યું હતું કે ‘આ વર્ષે બેઠા ઘાટની સાડાચાર ફૂટની મૂર્તિ લાવ્યા હતા. સોસયાટીનાં બાળકો દ્વારા પ્લાસ્ટર ઑફ પૅરિસથી ગુફાની થીમ બનાવી હતી તેમ જ ગણેશોત્સવ દરમ્યાન બાળકો માટે ડ્રૉઇંગ, ડાન્સ, બેસ્ટ આઉટ ઑફ વેસ્ટ કૉમ્પિટિશન વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સોસાયટીની સર્વ મહિલાઓનો સૌથી વધુ સહકાર મળ્યો હતો, જ્યારે ૨૩ સપ્ટેમ્બર, રવિવારે ઢોલ-નગારાં સાથે કાંદિવલી વિલેજના તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.’