ગણેશભક્તોએ કરી ૫ અને ૭ દિવસના ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી

28 September, 2012 07:39 AM IST  | 

ગણેશભક્તોએ કરી ૫ અને ૭ દિવસના ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી



કાંદિવલી-વેસ્ટમાં અતુલ ટાવલ પાસે આવેલી વિજય પાર્ક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ગણેશોત્સવનું પાંચમું વર્ષ હતું. પાંચ દિવસના ગણપતિ લાવવાની વાત કરતાં મંડળનાં કાર્યકર્તા પ્રિયંકા પંચાલે કહ્યું હતું, ‘અમારે ત્યાં ચાર ફૂટની ગણપતિની મૂતિની સ્થાપના કરવામાં આવી હતી તેમ જ રેડ અને ગ્રીન કલરની નેટ અને કાચના ઉપયોગથી સજાવટ કરવામાં આવી હતી, જ્યારે ગણેશોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભજન-ર્કીતન, સત્યનારાયણ ભગવાનની પૂજા તેમ જ બાળકો માટે લીંબુ-ચમચી, સંગીતખુરસી વગેરે સ્ર્પોટ્સ કૉમ્પિટિશિન રાખવામાં આવી હતી. ૨૩ સપ્ટેમ્બર, રવિવારે ઢોલ-નગારાં સાથે કાંદિવલી વિલેજમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.’