કાંદિવલી-વેસ્ટમાં મોદી પાર્ક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રોજ ફૂલોથી સજાવટ

28 September, 2012 07:40 AM IST  | 

કાંદિવલી-વેસ્ટમાં મોદી પાર્ક કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રોજ ફૂલોથી સજાવટ

મંડળના અધ્યક્ષ સંદીપ મોદીએ કહ્યું હતું કે ‘અમારે ત્યાં અગિયાર દિવસના ગણપતિ લાવીએ છીએ. આ વર્ષે અગિયાર ફૂટની હાથીના મુખસ્વરૂપની મૂર્તિની સ્થાપના કરી છે. અમારે ત્યાં રોજ તાજાં ફૂલોથી મંડપની સજાવટ કરવામાં આવે છે, જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સત્યનારાયણ ભગવાનની કથા, સિનિયર સિટિઝનોનો ફૅશન શો તેમ જ બાળકો માટે હાઉસી, નાટક વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે આવતી કાલે શનિવારે કાંદિવલી વિલેજમાં ઢોલ-નગારાં સાથે વાજતેગાજતે વિસર્જન કરવામાં આવશે.’

ડીજે = ડિસ્ક જૉકી