બોરીવલી-વેસ્ટમાં યોગીનગરમાં પાણી અને પર્યાવરણનું રક્ષણ કરવાની થીમ

28 September, 2012 07:40 AM IST  | 

બોરીવલી-વેસ્ટમાં યોગીનગરમાં પાણી અને પર્યાવરણનું રક્ષણ કરવાની થીમ

મંડળના કાર્યકર્તા શશાંક દેસાઈએ કહ્યું હતું કે ‘અમારે ત્યાં ૧૧ દિવસના ગણપતિ લાવીએ છીએ. દર વર્ષે અમે કંઈક નવું બનાવીએ છીએ. આ વર્ષે પાણી અને પર્યાવરણના રક્ષણનું મહત્વ સમજાવવા આઠેક મિનિટની ડૉક્યુમેન્ટરી ફિલ્મ બનાવી દર્શનાથીઓને બતાવી રહ્યા છીએ. આ વખતે મુંબઈમાં વરસાદ ઓછો પડ્યો છે તેમ જ પાણીની અછતને કારણે કેટલીક વખત શહેરમાં પાણીની સપ્લાય પર પણ કાપ મૂકવામાં આવે છે. આથી લોકો પાણીના મહત્વને સમજે એ માટે પાણી બચાવો, વૃક્ષો કાપતાં અટકાવો તેમ જ આધુનિકીકરણ હેઠળ ખેતીલાયક ઉપજાઉ જમીનનું મૉલ અને ટાવર બાંધવા માટે વેચાણ કરવાનું બંધ કરો વગેરે માટે અમે ખાસ થીમ તૈયાર કરી છે, જેના દ્વારા લોકોને ઉપદેશ આપ્યો છે કે પાણીનો બગાડ કરવો નહીં. ખેડૂતોએ બિલ્ડરોને મૉલ બાંધવા તેમની ઉપજાઉ ખેતીલાયક જમીન વેચવી નહીં, કારણ કે પર્યાવરણનું સમતુલન બગાડવાથી સીઝન પ્રમાણે વરસાદ પડતો નથી. એવી જ રીતે મૉલ અને ટાવર બાંધવા માટે વૃક્ષોની કાપણી કરવામાં આવે છે. વૃક્ષ લોકોને પ્રાણવાયુ આપે છે. આમ વિકાસના નામે પર્યાવરણને સતત નુકસાન થાય છે. પીવાના પાણીની સમસ્યા વિકટ રૂપ ધારણ કરી રહી છે. આથી લોકો જાગો અને વૃક્ષોને કપાતાં અટકાવો, વરસાદના પાણીનો જમીનમાં સંગ્રહ કરો. ગણપતિ બાપ્પા માનવને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરો, જેથી પર્યાવરણને સંતુલિત રાખી શકાય.’