મુંબઈ : ટ્રકોની લાઇન લાગતા ચોપાટી પર થયો ટ્રાફિક જેમ

24 August, 2020 07:48 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈ : ટ્રકોની લાઇન લાગતા ચોપાટી પર થયો ટ્રાફિક જેમ

કોરોનાને કારણે માટુંગના પરિવારે પોતાના ઘરની બહાર ડોલમાં જ વિસર્જન કર્યુ તો અંધેરીના નાગર રોડ પર વિસર્જન રથમાંગણપતિને વિદાય આપતા લોકો. તસવીર : આશિષ રાજે અને ઉદય દેવરુખકર

ગઈકાલે મુંબઈમાં દોઢ દિવસના ગણપતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એવામાં કૃત્રિમ ટ્રક લઈને શરૂ કરવામાં આવેલી સેવાને પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો પણ તેને કારણે ઘણી ભીડ જમા થઈ ગઈ હતી અને ટ્રાફિક ધીમો પડી ગયો હતો. જોકે કેટલાક પરિવારજનોને તો પોતાના ઘરે જ ગણેશ વિસર્જન કર્યું હતું.

સામાન્યપણે ગણેશ વિસર્જન બાદ તેમની માટીની પૂજા કરવામાં આવે છે પણ સુધરાઈના અધિકારીઓ જે ટ્રક લઈને નીકળ્યા હતા એમનાથી આ કામ પાર પડ્યું ન હતું. કોરોનાને કારણે આ વખતે જે નવા નિયમ અમલમાં મૂકવામાં આવ્યા છે એને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે એક પરિવારમાંથી માત્ર પાંચ વ્યક્તિઓ જઈ શકે છે. જોકે કોર્પોરેશનને પણ આ કૃત્રિમ તળાવની સંખ્યા ચાર ગણી વધારી દીધી હોવા છતાં ધાર્યા પ્રમાણે વિસર્જન થયું ન હતું. તેને બદલે લોકોએ કૃત્રિમ તળાવોમાં વિસર્જનને પ્રાધાન્ય આપ્યું હતું.

હિંદમાતા દાદરના રહેવાસી નિરંજન નેનેએ કહ્યું કે ‘ગયા વર્ષે અમે વિસર્જન માટે મેયર બંગલો ગયા હતા પણ આ વર્ષે અમે શિંદેવાડી પાસેના કૃત્રિમ તળાવમાં ગયા હતા જ્યાં તેઓ એક પરિવારના માત્ર ત્રણ વ્યક્તિઓને આવવાની પરવાનગી આપતા હતા. તેમણે અમને ગણેશજીની માટીને બદલે ફૂલ આપીને રવાના કર્યા હતા.’

ઉલ્લેખનીય છે કે અનેક સોસાયટીમાં જ્યાં નિયમિતપણે પાંચ દિવસના ગણપતિ આવતા હતા ત્યાં દોઢ દિવસના નાના ગણપતિ લાવવામાં આવ્યા હતા. બોરીવલી દહીસર વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ફરી રહેલા આર્ટિફિશિયલ ટ્રકમાં જે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેનું ફેસબુક પેજ પર લાઈવ સ્ટ્રીમિંગ પણ કરવામાં આવ્યું હતું જેને કારણે સોસાયટીમાં રહેનારા લોકોને સોસાયટીની બહાર જવાની ચિંતા રહી ન હતી. કોરોના હોવા છતાં આ વર્ષે ૭૦૮ ઘરઘરાઉ ગણપતિ અને ૧૨ સાર્વજનિક ગણેશનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

prajakta kasale mumbai mumbai news ganpati ganesh chaturthi brihanmumbai municipal corporation