મુંબઈ : ગણેશોત્સવ માટે કોંકણ જવા 10 હજાર લોકો તત્પર

12 August, 2020 08:15 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

મુંબઈ : ગણેશોત્સવ માટે કોંકણ જવા 10 હજાર લોકો તત્પર

આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ ધરાવનારાઓને જ અપાશે બસની કન્ફર્મ્ડ ટિકિટ

ગણેશોત્સવ માટે પોતાના વતનના ગામ જવા ૧૩ ઑગસ્ટથી ૨૧ ઑગસ્ટ દરમ્યાન લગભગ ૧૦ હજાર લોકોએ કન્ફર્મ બુકિંગ કરાવ્યું છે. એમએસઆરટીસીએ બસમાં પ્રવાસ કરતાં પહેલાં તમામ મુસાફરો માટે કોવિડ-19 પરીક્ષણ ફરજિયાત કર્યું છે. આટલા મોટા પ્રમાણમાં કરવામાં આવેલા બુકિંગને પગલે રાજ્ય સરકાર કોંકણ અને રાયગઢ જિલ્લામાં ક્વૉરન્ટીન સેન્ટરોની સંખ્યા વિશે ચિંતિત હોવાનું સ્પષ્ટ છે, જેના પરિણામે ટ્રેનો દોડાવવાનું બંધ કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

એમએસઆરટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વેબસાઇટ પરથી ૧૦,૦૦૦ લોકોએ ઍડ્વાન્સ બુકિંગ કરાવ્યું છે. ૯ ઑગસ્ટ સુધીમાં ૩૦ ગ્રુપ બસોનું રિઝર્વેશન કરાયું છે.

મુસાફરો માટે રિયલ ટાઇમ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવી તેમ જ એનું પરિણામ નેગેટિવ આવે એ આવશ્યક છે તથા ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યા બાદ જ મુસાફરોને કન્ફર્મ્ડ ટિકિટ આપવામાં આવશે એમ એમએસઆરટીસીના પ્રવક્તાએ જણાવ્યું હતું.

૧૭,૦૦૦થી વધુનો કાફલો ધરાવતું એમએસઆરટીસી દર વર્ષે કોંકણ જવા માટે પરંપરાગત રીતે ગણપતિ ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં બસોનું આયોજન કરે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોવિડ-19 પર પ્રતિબંધો હોવાને કારણે તેઓ સામાજિક અંતર અને પ્રોટોકૉલ સુનિશ્ચિત કરવા માટે વધુમાં વધુ બસોની વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરશે.

konkan ganesh chaturthi maharashtra state road development corporation mumbai news mumbai coronavirus lockdown rajendra aklekar