Ganesh Chaturthi 2020: વિઘ્નહર્તાના આગમનમાં વિઘ્નરૂપ ન બની મહામારી

22 August, 2020 01:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ganesh Chaturthi 2020: વિઘ્નહર્તાના આગમનમાં વિઘ્નરૂપ ન બની મહામારી

બાપ્પાની આરતી કરતી મહિલા (તસવીર સોજન્ય: એએફપી)

ગણેશોત્સવ મુંબઈગરાંઓ માટે ફક્ત ઉત્સવ જ નથી પણ એક વાર્ષિક પ્રસંગ છે. મહિના પહેલાંથી તૈયારીઓ શરૂ કરીને ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી કરવામાં આવે છે. બાપ્પાના સ્વાગત માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી 10 દિવસ ગણેશોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે ગણેશોત્સવની ઉજવણી પર અમુક પ્રતિબંધો મુકવામાં આવ્યાં છે. છતાં, મુંબઈગરાંઓએ વિધ્નહર્તાનું આગમન ઘામધુમથી કર્યું છે. ગણેશ ચર્તુથીના દિવસે લોકોએ બાપ્પાનું સ્વાગત કઈ રીતે કર્યું તેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર લોકોએ પોસ્ટ કર્યા છે.

મહામારીના સમયમાં પણ ગણેશોત્સવ ઉજવવા મળ્યો તે માટે મુંબઈગરાંઓ ગણપતિ બાપ્પાનો આભાર માને છે. કોઈક પંડાલમાં જવાનું મિસ કરી રહ્યાં છે તો કોઈક ઘરે જ ઉજવણી કરી રહ્યાં છે.

આવો જોઈએ સોશ્યલ મીડિયાના પોસ્ટમાં કે મુંબઈગરાંઓએ કઈ રીતે ગણેશ ચતુર્થી ઉજવી:

સુરક્ષાની સાથે લોકો ઈકૉ-ફ્રેન્ડલી સેલિબ્રેશન કરી રહ્યાં છે. સાથેજ શણગાર અને સજાવટની વસ્તુઓથી માંડીને મુર્તિઓ પણ ઘરે બનાવી છે.

મુંબઈગરાંઓએ ઘર-ઘરમાં જે રીતે બાપ્પાનું આગમન કર્યું છે તે જોઈને ચોક્કસ કહી શકાય કે, મહામારી વિઘ્નહર્તાના આગમનમાં વિઘ્નરૂપ જરાય નથી બની.

coronavirus covid19 mumbai mumbai news ganesh chaturthi twitter instagram social networking site