ગાંધી જયંતી નિમિત્તે સોમૈયા કૉલેજના સ્ટુડન્ટ્સની ગંદકીની વિરુદ્ધ અનોખી લડાઈ

03 October, 2012 05:23 AM IST  | 

ગાંધી જયંતી નિમિત્તે સોમૈયા કૉલેજના સ્ટુડન્ટ્સની ગંદકીની વિરુદ્ધ અનોખી લડાઈ

એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાની સાથે સંયુક્ત રીતે રસ્તા પર થતી ગંદકીવિરોધી એક સ્પેશ્યલ ઝુંબેશ ઍન્ટિ-સ્પૅટર ડ્રાઇવ હાથ ધરી હતી. આ સાઇલન્ટ રૅલીનું આયોજન કરનારો સ્ટુડન્ટ સૂરજ રાવ ‘મિડ-ડે’ને કહે છે, ‘અમારી કૉલેજના ૯૦થી વધુ સ્ટુડન્ટ્સે આ સાઇલન્ટ માર્ચમાં ભાગ લીધો હતો. એ સાથે જ સુધરાઈના અનેક અધિકારીઓ પણ એમાં જોડાયા હતા. ત્યાર બાદ સુધરાઈના સ્પેશ્યલ ડ્યુટી-ઑફિસર સુભાષ દળવીના નેતૃત્વમાં રસ્તા પર રહેતી ગંદકી વિરુદ્ધ સતત સાત દિવસ સુધી ચાલનારી આ ઍન્ટિ-સ્પેટર ડ્રાઇવ અંતર્ગત અમે આખા વિદ્યાવિહારમાં ફરીને લોકોને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી હતી. ‘રસ્તા પર થંૂકવું નહીં’, ‘રસ્તા પર કચરો નાખો નહીં’, ‘મુંબઈના જાગ્રત નાગરિક બનો’ જેવા મેસેજ આપતાં બૅનર્સ તેમ જ હોર્ડિંગ્સ પણ અમે સાથે લઈને ફર્યા હતા જેથી વધુ ને વધુ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા આવે.’

સાત દિવસ પહેલાં મુંબઈના મેયર સુનીલ પ્રભુએ લીલી ઝંડી દેખાડ્યા બાદ શરૂ થયેલી આ ગંદકીવિરોધી ઝુંબેશ બાબતે વધુ જણાવતાં સૂરજ રાવ કહે છે, ‘ગઈ કાલે અમે આખા વિદ્યાવિહારમાં ફર્યા હતા. આજે અમે ઘાટકોપરના વિવિધ વિસ્તારોમાં ફરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જાગ્રત કરવાની કોશિશ કરીશું. અમારી આ ડ્રાઇવ દરમ્યાન સુધરાઈના અધિકારીઓ પણ અમારી સાથે હોય છે અને કોઈ રસ્તા પર ગંદકી કરતાં પકડાય તો તેને મામૂલી દંડ પણ કરે છે. અમારી કૉલેજ સાત દિવસ આ ઝુંબેશ ચાલુ રાખશે. ત્યાર બાદ સુધરાઈ અન્ય કૉલેજો સાથે આ ઝુંબેશ ચાલુ રાખવાની છે.’

બીએમએમ = બૅચલર ઑફ માસ મિડિયા