મુંબઈમાં કોરોનામાં એકમાત્ર મૃત્યુ સાથે નવા કેસ સામે વધુ રિકવરી

24 November, 2021 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કેસ ડબલિંગનો દર ૨,૫૨૬ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૩ થઈ હતી.

મુંબઈમાં કોરોનામાં એકમાત્ર મૃત્યુ સાથે નવા કેસ સામે વધુ રિકવરી

શહેરમાં ગઈ કાલે ૨૯,૫૨૭ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી, જેમાં ૦.૬૬ ટકા પૉઝિટિવિટી સાથે ૧૯૬ કેસ નોંધાયા હતા. ગઈ કાલે મુંબઈમાં માત્ર એક સિનિયર સિટિઝન દરદીનું મૃત્યુ થયું હતું. આ સાથે શહેરમાં કુલ મૃત્યાંક ૧૬,૩૧૧ થયો છે. ગઈ કાલે નવા નોંધાયેલા કેસ કરતાં વધુ એટલે કે ૨૫૮ દરદી રિકવર થયા હતા. આ સાથે મુંબઈમાં નોંધાયેલા કોવિડના કુલ ૭,૬૧,૫૧૮ કેસમાંથી ૭,૩૦,૨૬૦ રિકવર થયા હતા. ઍક્ટિવ કેસનો આંકડો સહેજ ઘટીને ૨,૩૮૮ થયો હતો. શહેરમાં રિકવરીની ટકાવારી ૯૭ યથાવત્ રહી છે. કેસ ડબલિંગનો દર ૨,૫૨૬ દિવસ થયો છે. ગઈ કાલે એકેય સ્લમ અને બેઠી ચાલ સીલ નહોતી, જ્યારે પાંચ કે એનાથી વધુ કોરોનાના ઍક્ટિવ કેસ ધરાવતી ઇમારતોની સંખ્યા ૧૩ થઈ હતી. છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૫૬ લોકોનું હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરાયું હતું, જેમાંથી ૫૩૮ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ મળી આવ્યા હતા.

Mumbai mumbai news coronavirus