કચ્છી ઓસવાળ સમાજના ફુરિયા ભાવિકોએ યોજી ઑનલાઇન પહેડી

10 January, 2022 10:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમેરિકા અને હૉન્ગકૉન્ગ સહિત દેશભરના ૬૦૦થી ૭૦૦ ભાવિકો અને નિયાણીઓએ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો

ઑનલાઇન પહેડી

મુંબઈની કારોના પરિસ્થિતિ અને સરકારી નિયંત્રણોને ધ્યાનમાં રાખીને કચ્છી ઓસવાળ સમાજના મૂળ ફુરિયા ભાવિકોએ ગઈ કાલે મુલુંડ-વેસ્ટના એક હૉલમાં તેમની કુળદેવી માતાજીની (મૂળ સ્થાન શ્રી ફુરિયા નુખ ખેતરપાળ દાદા અને કચ્છના બિદડા ગામના અંબેમા) પહેડી ‘એક સુબહ મેરે દાદા કે નામ’નું આયોજન કરીને એનું ઑનલાઇન પ્રસારણ કર્યું હતું, જેનો અમેરિકા અને હૉન્ગકૉન્ગ સહિત દેશભરના ૬૦૦થી ૭૦૦ ભાવિકો અને નિયાણીઓએ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો. સૌએ પોતાના ઘરમાં કુળદેવીની પૂજા કરી હતી અને રાસગરબે ઘૂમ્યા હતા.

mumbai mumbai news