પેટ્રોલ માટે આવી પડાપડી કરવાની જરૂર છે ખરી?

07 March, 2026 08:33 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

પેટ્રોલની અછત થશે અને ફ્યુઅલના ભાવ વધશે એવી અફવા પરભણીથી સીધી થાણે પહોંચી છે

થાણેના પેટ્રોલ-પમ્પ પર લાંબી લાઇનો

ગલ્ફ દેશોમાં યુદ્ધની તનાવપૂર્ણ સ્થિતિને પગલે આ માર્ગે થતા મોટા ભાગના વેપારને ફટકો પડ્યો છે, પણ લોકોને સૌથી વધુ ચિંતા છે પેટ્રોલની. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધને પગલે પેટ્રોલની અછત થશે અને ફ્યુઅલના ભાવ વધશે એવી અફવા પરભણીથી સીધી થાણે પહોંચી છે.

થાણેના પેટ્રોલ-પમ્પ પર લોકોએ વાહનોમાં પેટ્રોલ પુરાવવા માટે ગઈ કાલે લાંબી લાઇનો લગાવેલી જોવા મળી હતી. જોકે આપણી પાસે ફ્યુઅલનો પૂરતો પુરવઠો હોવાથી ભાવવધારાની અફવાથી દૂર રહેવું હિતાવહ છે એવી જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.

middle east crisis iran iraq israel united states of america thane indian government mumbai mumbai news