પહેલી જાન્યુઆરી બાદ તમામ નૉન-સીટીએસ ચેક બાઉન્સ થશે

07 November, 2012 05:57 AM IST  | 

પહેલી જાન્યુઆરી બાદ તમામ નૉન-સીટીએસ ચેક બાઉન્સ થશે

ચેક લોકલ ક્લિયરન્સ માટે મોકલવામાં આવે ત્યારે એને ક્લિયર થતાં બેથી ત્રણ દિવસ લાગતાં હતાં, જ્યારે બહારગામનાં શહેરો માટે વધુ સમય લાગતો હતો. હવે નવી પદ્ધતિ મુજબ ક્લિયરન્સ માટે ચેક નહીં પણ એની સ્કૅન કરેલી ઇમેજ મોકલવામાં આવશે એને કારણે એ ઝડપથી ક્લિયર થશે. જોકે એ માટે બૅન્કોએ સીટીએસ ઉપરાંત અન્ય સિક્યૉરિટી ફીચર્સ ધરાવતા નવા ચેક આપવા પડશે. ડિસેમ્બરના અંત સુધીમાં તમામ

નૉન-સીટીએસ ચેક તબક્કાવાર હટાવવાનો આદેશ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આપ્યો છે. સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ)એ એની તમામ બ્રાન્ચોને સીટીએસ-૨૦૧૦નાં ફીચર્સ ધરાવતા ચેક આપવાની સૂચના આપી છે એટલું જ નહીં, તમામ ગ્રાહકોને નૉન-સીટીએસ ચેક બૅન્કમાં જમા કરાવવા પણ જણાવવામાં આવ્યું છે. પહેલી જાન્યુઆરી બાદ એસબીઆઇ સીટીએસ ચેક જ સ્વીકારશે. મોટા ભાગની પ્રાઇવેટ બૅન્કોએ નવી સીટીએસ પદ્ધતિ અપનાવી લીધી છે, જ્યારે પબ્લિક સેક્ટરની બૅન્કોમાં આ પ્રક્રિયા હજી ચાલી રહી છે.