પુણે પોતીકું, મુંબઈ સાવકું

28 November, 2021 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પહેલી ડિસેમ્બરથી પુણેમાં નાટ્યગૃહો, મલ્ટિપ્લેક્સ અને સાંસ્કૃતિક કેન્દ્રો ૧૦૦ ટકા કૅપેસિટી સાથે ખોલવા સહિતની છૂટછાટોની જાહેરાત અજિત પવારે કરી, પણ મુંબઈમાં કોરોના કન્ટ્રોલમાં હોવા છતાં આવી છૂટ આપવાનું સરકાર નથી વિચારી રહી, શું કામ?

પુણે પોતીકું, મુંબઈ સાવકું

પહેલી ડિસેમ્બરથી પુણેમાં નાટ્યગૃહો, મલ્ટિપ્લેક્સ અને સાંસ્કૃતિક કેન્દ્રો ૧૦૦ ટકા કૅપેસિટી સાથે ખોલવા સહિતની છૂટછાટોની જાહેરાત અજિત પવારે કરી, પણ મુંબઈમાં કોરોના કન્ટ્રોલમાં હોવા છતાં આવી છૂટ આપવાનું સરકાર નથી વિચારી રહી, શું કામ?  

 રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને પુણેના પાલકપ્રધાન અજિત પવારે ગઈ કાલે ૧ ડિસેમ્બરથી પુણેમાં કોરોનાના નિયમમાં છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી એથી ત્યાં નાટ્યગૃહો, મલ્ટિપ્લેક્સ અને સાંસ્કૃતિક કેન્દ્રો કોરોના મહામારી પહેલાંની જેમ ૧૦૦ ટકા ક્ષમતા સાથે શરૂ થઈ જશે. પુણેમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું અજિત પવારે કહ્યું હતું. જોકે મુંબઈમાં પણ કોરોનાની પુણે જેવી જ પરિસ્થિતિ હોવા છતાં આ મહાનગરમાં હજી સુધી આવો નિર્ણય લેવામાં ન આવ્યો હોવાથી ભારે વિરોધ થઈ રહ્યો છે. 
મુંબઈ સાથે કેમ સાવકો વ્યવહાર? 

Mumbai mumbai news pune news