રોકાણકાર સાથે ૧૮.૫૦ લાખની છેતરપિંડી

14 February, 2021 11:13 AM IST  |  Thane | Gujarati Mid-day Correspondent

રોકાણકાર સાથે ૧૮.૫૦ લાખની છેતરપિંડી

પ્રતીકાત્મક તસવીર

કંપનીમાં રોકાણ કરાવીને એક વ્યક્તિ સાથે ૧૮.૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા બદલ થાણેના વર્તક નગર પોલીસ-સ્ટેશનમાં પોલીસે આઠ જણ સામે એફઆઇઆર નોંધ્યો છે. આમાંના ચાર જણ બ્રિટનના હોવાનું મનાય છે, એમ એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

આરોપીએ હેલ્થકૅર સેક્ટરમાં શેલ કંપનીની સ્થાપના કરી લોકોને રોકાણ કરવા માટે લલચાવવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર કંપનીની આકર્ષક વિગતો પોસ્ટ કરી હતી. આરોપીઓએ  થાણેના ૪૯ વર્ષના કૉન્ટ્રૅક્ટરને આકર્ષક વળતરની લાલચ આપી તેની પાસે ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કંપનીમાં રોકાણ કરાવ્યું હતું.

છેતરપિંડીનો ભોગ બનનારા ફરિયાદીએ વિવિધ પ્રસંગે તેમના બૅન્ક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરીને રોકાણ કર્યું હતું. જોકે પછીથી તેને કંપની તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં છેતરાયાની લાગણી થઈ હતી. પોલીસે આરોપી ગ્રેસ જૅક્સન, ડેનિન્ડ ટૉમ, રલિઅન, ઑવેન, ઍશ્લે મિશેલ, અજય મિશ્રા, મનીષ જૈન, શરીફ પીરુ મોહમ્મદ અને અજય શાહ વિરુદ્ધ છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો. પોલીસ કેસની તપાસ કરી રહી છે.

mumbai mumbai news Crime News thane thane crime