શિક્ષણપ્રધાને શિકારીના ગણવેશમાં પડાવેલી તસવીરોએ વિવાદ જગાવ્યો

15 December, 2012 09:44 AM IST  | 

શિક્ષણપ્રધાને શિકારીના ગણવેશમાં પડાવેલી તસવીરોએ વિવાદ જગાવ્યો




એક પ્રાઇવેટ ન્યુઝ-ચૅનલે આપેલી માહિતી મુજબ આ વર્ષે મેથી જૂન દરમ્યાન ફૌઝિયા ખાન દક્ષિણ આફ્રિકાની સફારીની મુલાકાતે ગયાં હતાં. એ દરમ્યાન ત્યાં શિકાર માટે પ્રખ્યાત ગણાતી ઉમલિલો નામની રેસ્ટોરાંમાં તેમણે શિકાર થયેલાં પ્રાણીઓ સાથે ફોટો પડાવ્યા હતા એટલું જ નહીં, ઉમલિલોની વેબસાઇટ પર પણ ફૌઝિયા ખાનના ફોટો અપલોડ થયા છે. આ ફોટોમાં ફૌઝિયા સાથે બીજા લોકો પણ જોવા મળે છે. આ ફોટોમાં ફૌઝિયા ખાન શિકારીનાં કપડાં અને હાથમાં શિકાર કરવા માટે ઉપયોગમાં લેવાતી બંદૂક સાથે જોવા મળે છે. જોકે ફૌઝિયા ખાને પોતે આ શિકાર નહીં કર્યો હોવાનું કહીને પોતાની સામેના તમામ આક્ષેપોને ફગાવતાં કહ્યું હતંું કે ‘મેં ફક્ત શિકારીના વેશમાં ફોટો જ પડાવ્યો હતો એટલે વાતનું વતેસર કરવાની જરૂર નથી. હું અને મારો પરિવાર અમે પ્રાઇવેટ ટૂર પર ગયાં હતાં. આફ્રિકામાં જંગલ સફારી પ્રસિદ્ધ છે જે શિકાર માટે પણ પ્રસિદ્ધ છે અને ત્યાં શિકાર કરવો કાયદાની વિરુદ્ધ નથી. એટલે અન્ય મિત્રએ શિકાર કરેલા પ્રાણી સાથે મેં અને મારા પરિવારે શિકારીના ડ્રેસમાં ફોટો પડાવ્યો હતો. અમે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું કોઈ ઉલ્લંઘન કર્યું નથી. હકીકતમાં અમે તો પ્રાણીમિત્ર છીએ. એમનું સંરક્ષણ અને સંવર્ધન થવું જોઈએ એવું અમે પણ માનીએ છીએ.’

પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પણ તેમની સામે જ્યાં સુધી કોઈ પુરાવા ન મળે ત્યાં સુધી કંઈ બોલવા તૈયાર નથી. બીજી બાજુ બીજેપીએ ફૌઝિયા ખાનનું રાજીનામું માગ્યું છે.