પાલઘરમાં ચાર માળની ઇમારત ધરાશયી, કોઈ જાનહાનિ નહીં

02 September, 2020 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પાલઘરમાં ચાર માળની ઇમારત ધરાશયી, કોઈ જાનહાનિ નહીં

તસવીર સૌજન્ય: એએનઆઈ

મહારાષ્ટ્રના પાલઘર જીલ્લા સ્થિત નાલાસોપારામાં મંગળવારે મોડી રાત્રે ચાર માળની ઇમારત ધરાશયી થઈ હતી. સદ્નનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. આ બિલ્ડિંગ દસ વર્ષ જુની હતી.

મળતી માહિતી પ્રમાણે, નાલાસોપારા વિસ્તારના અચોલે વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે ચાર માળની બિલ્ડિંગ ધરાશયી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી ઇમારત ખાલી જ હતી. ફક્ત પાંચ પરિવાર જ તેમા રહેતા હતા. દુર્ઘટના સમયે 25 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતાં. સદ્નનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

ન્યુઝ એજન્સી એએનઆઈના મતે, ઇમારતની દિવાલો પડતી હોવાનું દેખાતા આસપાસની બિલ્ડિંગના રહેવાસીઓએ અંદર રહેતા પાંચેય પરિવારોને બહાર કાઢયા હતાં. એટલે કોઈ જાનહાનિ થઈ નથી. ઇમારત કઈ રીતે ધરાશયી ઈથ તેનું કારણ હજી સુધી ખબર નથી પડી. વધુ તપાસ ચાલી રહી છે.

નોંધનીય છે કે, થોડાક દિવસ પહેલાં જ રાયગઢના મ્હાડમાં એક પાંચ માળની ઇમારત પડવાથી મોટી દુર્ઘટના થઈ હતી. 45 ફ્લેટની ઇમારતમાં લગભગ 225 લોકો રહેતા હતાં. તેમાં કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતાં.

mumbai mumbai news palghar nalasopara