સુશાંત સિંહ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ પણ કોરોનાના ચપેટમાં

20 September, 2020 07:42 AM IST  |  Mumbai | Vishal Singh

સુશાંત સિંહ કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ પણ કોરોનાના ચપેટમાં

એનસીબીએ ડ્રગ કેસમાં સુશાંત સિંહ રાજપુતની ગર્લ ફ્રેન્ડ રિયા ચક્રવર્તીની કરી ધરપકડ. ફાઇલ ફોટોગ્રાફ

મુંબઈમાં આવેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો(એનસીબી)ની ઓફિસમાં ચાર જણ કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું છે. એ ઉપરાંત અન્ય એક ડ્રગ કેસનો એક આરોપી પણ કોરોના પોઝેટિવ છે.

એનીસીબી દ્વારા જણાવાયું છે કે તેમની મુંબઈ ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓને કેટલાક દિવસથી તાવ હોવાનું લાગી રહ્યું હતું એથી ચકાસણી કરાવાઈ હતી. જેમાં ચાર જણ કોરોના પોઝિટિવ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમાં 3 ડ્રાઇવર અને એક ઓફિસ કર્મચારીનો સમાવેશ થાય છે. જેમાંથી બે જણને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે બે જણને હોમ ક્વોરન્ટીન કરાયા છે.

અન્ય એક ડ્રગ કેસમાં પકડાયોલા રોહન તલવારનો પણ કોરોના ટેસ્ટ પોઝેટિવ આવતા તેને સારવાર માટે જે જે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
એનસીબી ઓફિસરે કહ્યું હતું કે મુંબઈ ઓફસમાં કેટલાક લોકોને તાવ આવતા ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર અપાઈ રહી છે. ઓફિસરે મિડ-ડે ને કહ્યું હતું કે ‘જે લોકોને સારવાર અપાઈ રહી છે તેમનામાં કોરોનાના લક્ષણો જણાયા નહોતા. અમે તેમને દરેક પ્રકારની સારવાર કરાવી રહ્યા છીએ.’

એનસીબીના ડાયરેક્ટર કીપીએસ શર્માએ કહ્યું હતું કે અન્ય એક કેસના આરોપી રોહન તલવારનો કોરોનો ટેસ્ટ પોઝેટિવ આવતા તેને જેજે હોસ્પિટલમાં સારાવાર કરાવવા દાખલ કરાયો છે.

સુશાંત સિંહ રાજપુતના કેટમાં ડ્રગ એન્ગલની તપાસ કરનારી દિલ્હી એનસીબીની સ્પેશિયલ ઇન્વ્સેટિગેશન ટીમના એક ઓફિસરને પણ ચાર દિવલ પહેલા કોરોનો રિપોર્ટ પોઝેટિવ આવ્યો છે. એઅ પછી ટીમના અન્ય ઓફિસરોએ પણ ચકાસણી કરાવતા તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. એમ છતા હાલ તેમને હોમ ક્વોરન્ટીન્ કરાયા છે.

sushant singh rajput rhea chakraborty Crime News mumbai crime news crime branch mumbai police vishal singh coronavirus covid19