માથેરાનમાં શનિ-રવિમાં નૅરોગેજ ટ્રેનની વધુ ચાર શટલ સર્વિસ

14 November, 2020 11:11 AM IST  |  Mumbai | Mumbai Correspondent

માથેરાનમાં શનિ-રવિમાં નૅરોગેજ ટ્રેનની વધુ ચાર શટલ સર્વિસ

માથેરાન

કોરોના મહામારીના કારણે લૉકડાઉન જાહેર કરાતાં માથેરાન જેવું પર્યટક સ્થળ પણ જાણે લૉકડાઉન થઈ ગયું હતું, પરંતુ અંદાજે પાંચ નવેમ્બરથી શરૂ થયેલી નૅરોગેજ માથેરાન હિલ રેલવેને ખૂબ સારો પ્રતિસાદ મળવા લાગ્યો હતો. જોકે શરૂઆતમાં ચાર સર્વિસ દોડી રહી હતી અને એ પૅક થવા લાગી હોવાથી સેન્ટ્રલ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે શનિવાર-રવિવાર માટે વધુ ચાર શટલ સર્વિસ ઉમેરવામાં આવી હોવાથી લોકોને પણ રાહત મળી છે.

સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા એ. કે. જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમન લૉજ-માથેરાન વિભાગમાં શનિવાર અને રવિવાર માટે ચાર નવી શટલ સર્વિસ શરૂ કરાઈ છે. જોકે સેન્ટ્રલ રેલવે દ્વારા આ જ રૂટ પર દરરોજ ચાર શટલ સર્વિસ દોડાવી રહ્યા હતા. પ્રતિસાદને ધ્યાનમાં રાખીને અને વીક-એન્ડ પર થતી ભીડને ધ્યાનમાં રાખીને આજથી બે અપ અને બે ડાઉન શટલ સર્વિસ ઉમેરાય છે જેમાં ૩ સેકન્ડ ક્લાસ, એક ફર્સ્ટ ક્લાસ અને બે લગેજ વૅન્સ છે.’

mumbai mumbai news matheran central railway lockdown coronavirus