ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ

26 December, 2011 05:05 AM IST  | 

ઘાટકોપરના બિઝનેસમૅનના અપહરણ અને હત્યા બદલ ચારની ધરપકડ


આશિષ બંસલ રાયગડમાં ફૅક્ટરી ધરાવતો હતો. ૧૩ ડિસેમ્બરે તેમનું અને તેમના ડ્રાઇવર નીલેશ રિકામેનું મુંબઈ-પુણે એક્સપ્રેસવે પરથી અપહરણ થયું હતું.

આશિષ બંસલના પિતરાઈ અનિલ બંસલે કહ્યું હતું કે ‘અપહરણ બાદ બંસલે તેમના નાના ભાઈને ફોન કરીને તેની પાસે પ૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. જ્યારે તેણે આની પાછળનું કારણ પૂછuું ત્યારે તેમણે પોતાનું અપહરણ થયું હોવાનું જણાવ્યા વિના માગણી ચાલુ રાખી હતી. એ જ રાત્રે બંસલને તેમના બે કર્મચારીઓ અને સંબંધીઓએ વાશીમાં ૪૧ લાખ રૂપિયા પહોંચાડ્યા હતા. ત્યાર બાદ આમિર ખાન, નુસરત અલી ખાન, આસિફ હુસેન અને રિઝવાન વાડિયા નામના ચાર આરોપીઓએ આશિષ બંસલને ઠાર કરીને લાશ ખાલાપુરમાં ફેંકી દીધી હતી.’

મળેલી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે રાતે ૧.૪૫ વાગ્યે ચારેય આરોપીઓને બેલાપુરમાં ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી ૧૩ લાઇવ રાઉન્ડ, એક મૅગેઝિન, આઠ મોબાઇલ ફોન, પાંચ સિમ-કાર્ડ, કેટલાંક ક્રેડિટ કાર્ડ્સ અને આઇ-કાર્ડ્સ જપ્ત કર્યા હતાં.