ઍન્ટિ-સેબોટેજ તપાસના નિયમોના ભંગ બદલ ચાર જીઆરપી સસ્પેન્ડ

15 January, 2022 10:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક જ્વેલરે ઑથોરિટીને ફરિયાદ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ગયા મહિને રેલવે સ્ટેશન પર તોડફોડવિરોધી તપાસ હાથ ધરતી વખતે માર્ગદર્શિકાનું પાલન ન કરવા બદલ ચાર ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)ને સસ્પેન્ડ કરી દેવાયા હતા. એક જ્વેલરે ઑથોરિટીને ફરિયાદ કરી હતી કે ૧૬ ડિસેમ્બરે તે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી ગીતાંજલિ એક્સપ્રેસમાં ચડવા જઈ રહ્યો હતો એની થોડી જ વાર પહેલાં જીઆરપીના પોલીસોએ તપાસના ભાગરૂપે તેનો સામાન તપાસ્યો હતો.
જ્વેલરના દાવા પ્રમાણે તપાસ દરમિયાન તેની બેગમાંથી થોડું સોનું ગુમ થયું હતું. જોકે પછીથી સોનું બૅગમાંથી જ મળ્યાની તેણે જાણ કરી હતી. જીઆરપીના સ્ટાફે કોઈ ગેરવર્તણૂક કર્યાનો તેણે ઇનકાર કર્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ મામલે તપાસ હાથ ધરાઈ છે.

mumbai mumbai news