કીમતી કાંદાની ચોરી બદલ ચાર પકડાયા

29 October, 2020 10:14 AM IST  |  Mumbai | Mumbai correspondent

કીમતી કાંદાની ચોરી બદલ ચાર પકડાયા

કીમતી કાંદાની ચોરી બદલ ચાર પકડાયા

વધતા જતા ભાવના કારણે આજકાલ દરેક ગૃહિણીની આંખમાં કાંદાએ પાણી લાવી દીધા છે ત્યારે પુણે જિલ્લામાં ૨૨ ઑક્ટોબરે ૫૫ થી ૬૦ કિલો કાંદા ભરેલી ૫૮ ગૂણી તસ્કરો ઉપાડી ગયા હતા. ૨.૩૫ લાખ રૂપિયાના કાંદા ચોરવા બદલ પોલીસે ૪ આરોપીની ધરપકડ કરીને કાંદાની ચાર ગૂણ જપ્ત કરી હતી.
કાંદા-ચોરીની આ ઘટના જુન્નર તાલુકાના ડિંગોરે ગામમાં બની હતી. તપાસ કરતાં પોલીસને સીસીટીવી ફુટેજમાં એ કાંદા ચોરનારની મોટરસાઇકલ દેખાઈ ગઈ હતી. પોલીસે આ કડીને આધારે તપાસ કરી કેતન હાંડે, અક્ષય સદાકાળ, સૌરભ સસ્કરે અને વિક્રમ ગોડે નામના ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પુણેની આસપાસના વિસ્તારોમાં કાંદાનો વાંસ અને લાકડાના પાટિયાના બનાવેલા માળિયાઓમાં (વાડાઓમાં) સંગ્રહ કરાતો હોય છે, જે કાંદાના પાકને માફક આવે છે. પોલીસે કહ્યું કે કાંદાના ભાવમાં અચાનક વધારો થયો હોવાથી તેની ચોરીનું પ્રમાણ વધ્યું છે. એકાદ બે ગૂણી ચોરાવાની ઘટના તો અવારનાવર બનતી હોય છે, આથી કાંદાના ખેડૂતોને, ટ્રેડરોને સાવચેત રહેવાની સૂચના અપાઈ છે.

mumbai mumbai news Crime News