પૂર્વ મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેને મળ્યા જામીન

08 December, 2022 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મની લૉન્ડ્રિંગ કેસમાં પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડેને મળ્યા જામીન

સંજય પાંડે (ફાઈલ તસવીર)

દિલ્હી ઉચ્ચ ન્યાયાલય (Delhi High Court)એ ગુરુવારે (Thursday) નેશનલ સ્ટૉક એક્સચેન્જમાં (National Stock Exchange) કહેવાતા ફોન ટેપિંગ કેસ (Phone Tapping Case) સંબંધે પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા દાખલ મની લૉન્ડ્રિંગ કેસમાં (Money Laundering Case) મુંબઈના પૂર્વ પોલીસ પ્રમુખ સંજય પાંડે (Mumbai Police Sanjay Pandey)ને જામીન (Bail Granted) આપી દીધા છે. ન્યાયમૂર્તિ જસમીત સિંહે સશરતે જામીન આપ્યા છે.

EDએ આ વર્ષે સપ્ટેમ્બરમાં 2009 અને 2017 વચ્ચે એનએસઈ કર્મચારીઓના ફોન ટેપિંગ સંબંધે મની લૉન્ડ્રિંગને અટકાવવા મામલે દિલ્હીના રાઉજ એવેન્યૂ કૉર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. આરોપનામું એનએસઈના પૂર્વ પ્રમુખો ચિત્રા રામકૃષ્ણ અને રવિ નારાયણ, અને મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે, "ફોન ટૅપિંગમાં મની લૉન્ડ્રિંગ કરવામાં આવી હતી. ફોન ટેપિંગમાં કરવામાં આવેલા પેમેન્ટ કહેવાતી રીતે ગુનાની આવક છે. શેલ કંપનીઓ હતી, જેમના દ્વારા મની લૉન્ડ્રિંગ કરવામાં આવી હતી." ઈડીએ દાવો કર્યો છે કે પાંડેને રામકૃષ્ણની મદદ માટે એમટીએનએલ લાઈનોને ટૅપ કરવા માટે 4.54 કરોડ રૂપિયા મળ્યા, અને આ ગુનાની આવક હતી.

આ પણ વાંચો : સેન્ટ્રલ અને વેસ્ટર્નમાં ટ્રેનોના ધાંધિયા, પ્રવાસીઓએ હાડમારી ભોગવવી પડી

પાંડેએ કહ્યું હતું કે તેમણે ફોન ટેપિંગ કરી, પણ કંઇપણ ગેરકાયદેસર નહોતું કર્યું. તેમણે કહ્યું કે ટેપિંગ માટે બધા ઉપકરણો એનએસઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. ઈડીનો કેસ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર નોંધાયેલ સીબીઆઈની એફઆઈઆરના આધારે છે.

Mumbai mumbai news mumbai police delhi high court