મમ્મીનું બોડી હેવી હતું, તેઓ કદાચ ઝડપથી મૂવ નહીં થઇ શક્યાં હોય...

23 January, 2022 10:22 AM IST  |  Mumbai | Bakulesh Trivedi, Priti Khuman Thakur

તાડદેવના કમલા બિલ્ડિંગની આગમાં જીવ ગુમાવનાર ‘મિડ-ડે’નાં ભૂતપૂર્વ કર્મચારી મંજુલાબહેનના મોટા દીકરા યોગેશનું આમ કહેવું છે : આગ લાગ્યા પછી મંજુલાબહેન સાથે રહેતા દીકરા કિરીટનો કોઈ પત્તો નથી

તાડદેવમાં કમલા બિલ્ડિંગમાં લાગેલી આગ કેટલી ભયંકર હતી એનો તો ચિતાર આ તસવીર જ આપી જાય છે. (તસવીર : બિપિન કોકાટે)

તાડદેવના કમલા બિલ્ડિંગની આગમાં જીવ ગુમાવનાર ‘મિડ-ડે’નાં  ભૂતપૂર્વ કર્મચારી  મંજુલાબહેન કંથારિયાના પરિવારમાં હાલ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત તેમને મમ્મી સાથે રહેતા તેમના થોડા માનસિક રીતે અક્ષમ દીકરા કિરીટની પણ ચિંતા સતાવી રહી છે. આગ લાગ્યા બાદ તે મિસિંગ છે.  મંજુલાબહેનના મોટા દીકરા યોગેશ કંથારિયાએ કહ્યું હતું કે ‘આગ લાગી એની જાણ પહેલાં મારા ભાઈ વૈભવને થઈ હતી અને તે તરત અહીં દોડી આવ્યો હતો. તેણે મને જાણ કરતાં હું પણ અહીં આવી પહોંચ્યો હતો. મમ્મીનું બૉડી હેવી હતું એટલે તેઓ બહુ ઝડપથી મૂવમેન્ટ કરી શકતાં નહોતાં. એમાં સાથે ભાઈ કિરીટ પણ હતો. આગ લાગવાની સાથે ધુમાડો પણ થયો હતો. મમ્મી કદાચ ઝડપથી મૂવ નહીં થઈ શક્યાં હોય, કારણ કે તેમની ઇન્જરીમાં તેઓ દાઝી પણ ગયાં છે અને ગૂંગળામણનું કારણ પણ આપવામાં આવ્યું છે. જોકે આગ લાગ્યા બાદ કિરીટનો કોઈ પત્તો નથી. તે ત્યાંથી નીકળી ગયો તો ક્યાં ગયો એની અમને કંઈ જ જાણ થઈ નથી. અમે તેને શોધી રહ્યા છીએ.’  

મંજુલાબહેન કંથારિયા

અમે ગુજરાત જવા નીકળ્યાં એટલે બચ્યાં, પણ બા અને મામા આગનો ભોગ બન્યાં

તાડદેવની કમલા બિલ્ડિંગની આગમાં જીવ ગુમાવનાર મંજુલાબહેનનાં દીકરી ભારે હૈયે કહેતા ઉમેરે  છે કે આ આખી ઘટનાને લીધે પરિવાર માનસિક રીતે ડિસ્ટર્બ થઈ ગયો છે

તાડદેવના કમલા બિલ્ડિંગની આગમાં જીવ ગુમાવનાર મંજુલાબહેન કંથારિયાના પરિવારમાં હાલ શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઉપરાંત તેમને મમ્મી સાથે રહેતા તેમના થોડા માનસિક રીતે અક્ષમ દીકરા કિરીટની પણ ચિંતા સતાવી રહી છે. આગ લાગ્યા બાદ તે મિસિંગ છે. ગઈ કાલે મોડી સાંજે પરિવારે મંજુલાબહેનના અંતિમ સંસ્કાર કર્યા હતા. 
આ ગોઝારી ઘટના વિશે માહિતી આપતાં નાયર હૉસ્પિટલમાં મંજુલાબહેનના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ થઈ રહ્યું હતું ત્યારે સૌથી મોટા દીકરા યોગેશ કંથારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ ભાઈઓ હું, વૈભવ અને કિરીટ. પહેલાં અમે અલ્ટામાઉન્ટ રોડ પર કૃષ્ણકુંજમાં સાથે જ રહેતા હતા. જોકે એ ચાલી હતી અને મમ્મીને મોટી ઉંમરે ટૉઇલેટનો ત્રાસ ન થાય એ માટે તેમને અને કિરીટને અહીં શિફ્ટ કર્યાં હતાં. અહીં ૧૯૦૪ નંબરના ફ્લૅટમાં સેલ્ફ-કન્ટેઇન્ડ ટૉઇલેટ-બાથરૂમ છે. વૈભવ હજી પણ કૃષ્ણકુંજમાં જ રહે છે, જ્યારે હું મલાડ રહું છું. આગ લાગી એની જાણ પહેલાં વૈભવને થઈ હતી અને તે તરત અહીં દોડી આવ્યો હતો. તેણે મને જાણ કરતાં હું પણ અહીં આવી પહોંચ્યો હતો. મમ્મીનું બૉડી હેવી હતું એટલે તેઓ બહુ ઝડપથી મૂવમેન્ટ કરી શકતાં નહોતાં. એમાં સાથે કિરીટ પણ હતો. આગ લાગવાની સાથે ધુમાડો પણ થયો હતો. મમ્મી કદાચ ઝડપથી મૂવ નહીં થઈ શક્યાં હોય, કારણ કે તેમની ઇન્જરીમાં તેઓ દાઝી પણ ગયાં છે અને ગૂંગળામણનું કારણ પણ આપવામાં આવ્યું છે. જોકે આગ લાગ્યા બાદ કિરીટનો કોઈ પત્તો નથી. તે ત્યાંથી નીકળી ગયો તો ક્યાં ગયો એની અમને કંઈ જ જાણ થઈ નથી. અમે તેને શોધી રહ્યા છીએ.’  

કિરીટ કંથારિયા

આ આગમાં મૃત્યુ પામનારાં ૭૫ વર્ષનાં મંજુલા કંથારિયા ઘણાં વર્ષો પહેલાં ‘મિડ-ડે’માં પ્રૂફરીડર હતાં. તેમની પૌત્રી ફાલ્ગુની જીવદયા માટે કામ કરે છે. 
અમે કોઈ રીઍક્શન આપી શકીએ એવી હાલતમાં નથી એમ જણાવીને બા અને મામાને ગુમાવનાર ફાલ્ગુની શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને તો કંઈ સમજાઈ જ નથી રહ્યું કે અચાનક આ બધું શું થઈ ગયું છે. હું અને મમ્મી-પપ્પા એમ આખો પરિવાર મારા ફુઆનું મૃત્યુ થયું હોવાની રાતે જાણ થવાની સાથે જ ગઈ કાલે સવારે પાંચ વાગ્યે બિલિમોરા જવા નીકળી ગયા હતા. ઘરે ૭૫ વર્ષનાં મારાં બા મંજુલા કંથારિયા અને ૪૫ વર્ષના મામા કિરીટ કંથારિયા રોકાયાં હતાં. બા પગના દુખાવાને કારણે બરાબર ચાલી શકે એમ નહોતાં અને કોવિડ હોવાથી અમે તેમને ક્યાંય લઈ જતા નથી. મામા અને બા ઘરે એકલાં જ હતાં. સવારે અમે બિલિમોરા જવા અડધા રસ્તે હોઈશું ત્યારે જાણ થઈ કે બિલ્ડિંગમાં આગ લાગી છે. એટલે અમે તરત જ પાછા વળ્યા હતા. ત્યારથી અમે બધા આમથી તેમ ભાગી રહ્યા હતા. મારાં બા કમર અને પગના ભાગમાં આશરે ૨૦ ટકા દાઝી ગયાં હતાં. ધુમાડાનું પ્રમાણ એટલું હતું કે ગૂંગળામણ થતાં તેઓ મૃત્યુ પામ્યાં છે. મામાની તો હજી ઓળખ જ નથી થઈ. આ બિલ્ડિંગ રીડેવલપ થયું છે અને અમારો પરિવાર પાંચ વર્ષ પહેલાં જ અહીં રહેવા આવ્યો હતો. અમારા ફ્લોર પર ચાર ફ્લૅટ છે. અમારી બાજુવાળા ફ્લૅટમાં વધુ અસર થઈ છે. અમારી બાજુમાં ૧૯૦૩ નંબરના ફ્લૅટમાં મમ્મી અને તેનાં બે બાળકો દાઝી જવાથી મૃત્યુ પામ્યાં છે. અમે ગુજરાત જવા નીકળી ગયા હતા એટલે બચી ગયા છીએ, પરંતુ મારાં બા અને મામા આગનો ભોગ બન્યાં હોવાથી અમે માનસિક રીતે ખૂબ ડિસ્ટર્બ છીએ.’

mumbai mumbai news tardeo bakulesh trivedi preeti khuman-thakur