પાલઘરની યુવતીઓની ધરપકડ એ માનવઅધિકારનું ઉલ્લંઘન : વકીલ

21 November, 2012 05:55 AM IST  | 

પાલઘરની યુવતીઓની ધરપકડ એ માનવઅધિકારનું ઉલ્લંઘન : વકીલ

બન્ને યુવતીઓના માનવઅધિકારનું ઉલ્લંઘન કરીને તેમની ધરપકડ કરવામાં આવી હોવાની ફરિયાદ તેમણે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન ફૉર વુમનમાં ગઈ કાલે કરી હતી. ભૂતપૂર્વ આઇપીએસ ઑફિસર અને વકીલ વાય. પી. સિંહનાં પત્ની આભા સિંહે શાહીન ધડા અને રિની શ્રીનિવાસનની ધરપકડને માનવઅધિકારનો ભંગ ગણાવી હતી અને વુમન કમિશનને પોલીસ-સ્ટેશનની મુલાકાત લઈને કેસની ડાયરી તપાસવાની સાથે જ આ કેસની તપાસ કરવાની માગણી કરી હતી. આભા સિંહે ફરિયાદ નોંધાવી હતી કે ‘સામાન્ય રીતે બળાત્કાર, ચોરી, લૂંટ, હત્યા જેવા કેસના આરોપીઓની ધરપકડ થઈ શકે છે અથવા તો પછી આરોપી ભાગી જવાની શક્યતા હોય કે તેની વર્તણૂક હિંસક હોય અથવા તો પહેલેથી જ ગુનેગાર હોય તો તેની ધરપકડ થઈ શકે છે; પણ આ બન્ને યુવતીઓએ આવો કોઈ ગંભીર ગુનો કર્યો નહોતો છતાં પોલીસે સ્થાનિક પૉલિટિકલ નેતાઓના દબાણ હેઠળ તેમની ધરપકડ કરી હતી જે તેમના સ્વાતંhયનો ભંગ કરવા સમાન છે. તેમના મૂળભૂત અધિકારોનો ભંગ કરવામાં આવ્યો હતો.’

આઇપીએસ = ઇન્ડિયન પોલીસ સર્વિસ