મુંબઈમાં પહેલી વાર કોરોના ટેસ્ટ પૉઝિટિવ-રેટ ૧૦ ટકા ઘટ્યો

28 October, 2020 09:20 AM IST  |  Mumbai | Prajakta Kasale

મુંબઈમાં પહેલી વાર કોરોના ટેસ્ટ પૉઝિટિવ-રેટ ૧૦ ટકા ઘટ્યો

ફિલ્મસિટીમાં કોરોના-ટેસ્ટ કરાવી રહેલા કાર્યકરો (તસવીર : સતેજ શિંદે)

કોરોના સંદર્ભે શહેર માટે એક સારા સમાચાર છે. મહિનાની શરૂઆતના ૧૫ દિવસમાં અને એ પછીના ૧૫ દિવસમાં લગભગ ૧૦૦ જેટલા લોકોની ટેસ્ટ કરવામાં આવી રહી છે, પણ ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર)માં પહેલી વાર ૧૦ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ઍન્ટિજન ટેસ્ટ લો પૉઝિટિવિટી રેટ અને આરટી-પીસીઆર ટેસ્ટ માટેનો ટીપીઆર પણ ૨૦ ટકા જેટલો ઘટી ગયો છે.
શહેરના નાગરિકોને સુરક્ષિત રાખવા શરૂઆતથી જ શક્ય એટલી વધારે લોકોની ટેસ્ટ કરવામાં આવી રહી છે. ટીપીઆર (એટલે પ્રત્યેક ૧૦૦ ટેસ્ટદીઠ આવતા પૉઝિટિવ કેસ) જૂન મહિનામાં ૨૦ ટકાથી ઉપર હતો. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને આ ટકાવારી પાંચ ટકાની જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ ૧૦ ટકાની મર્યાદા રાખી છે. મુંબઈ શહેરે આઇસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદા પ્રાપ્ત કરી લીધી છે. છેલ્લા ૧૦ દિવસમાં ૧,૩૧,૩૦૧ ટેસ્ટમાંથી ૧૩,૫૩૯ લોકો કોરોના-પૉઝિટિવ આવ્યા છે. મહિનાની શરૂઆતમાં ૧,૯૫,૬૬૮ લોકોની ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાંથી ૩૧,૦૫૩ કોરોના-પૉઝિટિવ આવ્યા હતા.
ઑક્ટોબર મહિનામાં દિવસે અંદાજે ૧૩,૦૦૦ લોકોની ટેસ્ટ કરવામાં આવતી હતી. બીજા ક્વૉર્ટરમાં પૉઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે એનું એક કારણ એ પણ હોવું જોઈએ કે છેલ્લા ૧૦ દિવસમાં ઍન્ટિજન ટેસ્ટમાં વધારો થયો છે. ૧.૩૧ લાખ ટેસ્ટમાંથી ૫૮,૬૦૦ ઍન્ટિજન ટેસ્ટ કરવામાં આવી હતી, જેમાં સરેરાશ પાંચ નવા પૉઝિટિવ રિઝલ્ટ જોવા મળ્યાં હતાં. ઑક્ટોબર મહિનાની શરૂઆતના ૧૫ દિવસમાં ઍન્ટિજન ટેસ્ટનું યોગદાન અંદાજે ૪૦ ટકા જેટલું હતું. સામા પક્ષે આરટી-પીસીઆર ટેસ્ટનો ટીપીઆર છેલ્લા ૧૦ દિવસમાં ગયા મહિનાના ૨૫ ટકાથી ઘટીને ૨૦ ટકા થયો છે.
બીએમસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે એકંદરે કેસની સંખ્યા ઘટી રહી છે, પણ તહેવારોની સીઝન આવી રહી હોવાથી નાગરિકોએ વધારે સાવચેત રહેવું પડશે.

ટીપીઆર ટ્રેન્ડ
મહિનો — દિવસ દીઠ થતી ટેસ્ટ — ટેસ્ટ પૉઝિટિવ રેટ (ટીપીઆર)
જુલાઈ ૬૩૯૯ ૧૮.૭ ટકા
ઑગસ્ટ ૭૮૦૧ ૧૩ ટકા
સપ્ટેમ્બર ૧૧,૭૯૬ ૧૬.૯ ટકા
એકથી ૧૫ ઑક્ટોબર ૧૩,૦૪૫ ૧૫.૯ ટકા

mumbai mumbai news prajakta kasale coronavirus covid19