અસદુદ્દીન ઓવૈશીએ પાકિસ્તાન ચાલ્યા જવુ જોઈએ : શિવસેના

03 March, 2015 09:41 AM IST  | 

અસદુદ્દીન ઓવૈશીએ પાકિસ્તાન ચાલ્યા જવુ જોઈએ : શિવસેના



મુંબઈ : તા, 03 માર્ચ

શિવસેનાએ ઓવૈશીના ભાષણને ઘૃણાસ્પદ ગણાવતા કહ્યું હતું કે દેવેન્દ્ર ફડણવીસની સરકારે ઓવૈશી વિરૂદ્ધ કેસ દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવી જોઈએ.

એમઆઈએમના અધ્યક્ષ અને હૈદરાબાદથી સાંસદ એવા અસદુદ્દીન ઓવૈશીએ ગત શનિવારે નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા મહારાષ્ટ્રના મુસલમાનોને અલ્પસંખ્યક ગણાવ્યા હતાં અને રાજ્યમાં નોકરી અને શૈક્ષણીક સંસ્થાઓમાં મુસલમાનોને આરક્ષણ મળવુ જોઈએ તે પ્રકારની માંગણી કરી હતી. જેને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. આજે બહાર પડેલા શિવસેનાના મુખપત્ર સમનામાં પ્રકાશીત એક લેખમાં કહેવામાં આવ્યું છે કે ઓવૈશીની માંગણી છે કે મહારાષ્ટ્રમાં મુસલમાનોને મરાઠાઓને સમકક્ષ આરક્ષણ મળવુ જોઈએ. આ પ્રકારના આગ્રહ ભારતમાંથી પાકિસ્તાનની જુદાઈનું કારણ બને છે. ઓવૈશીએ પાકિસ્તાન ચાલ્યા જવુ જોઈએ અને ત્યાં જઈને પોતાની માંગણી રજુ કરવી જોઈએ. કદાચ ધાર્મિક આધારે ઓવૈશીની માંગણી સંતોષાય.

શિવસેનાએ પોતાના સંપાદકિય લેખમાં દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતા વાળી રાજ્ય સરકારને ઓવૈશી વિરૂદ્ધ કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું. શિવસેનાએ રાજ્ય સરકારને ઓવૈશી વિરૂદ્ધ કેસ દાખલ તત્કાળ કાનૂની કાર્યવાહી હાથ ધરવાની સલાહ આપી હતી.