બિલ્ડરે 23 માળનું મકાન કોરોનાના દર્દીઓની સારવાર માટે BMCને સોંપ્યું

20 May, 2020 07:05 AM IST  |  Mumbai | Samiullah Khan

બિલ્ડરે 23 માળનું મકાન કોરોનાના દર્દીઓની સારવાર માટે BMCને સોંપ્યું

23 માળની બિલ્ડિંગ

કોરોના વાઇરસના ઇન્ફેક્શનના દર્દીઓ માટે કાંદિવલી (ઈસ્ટ)ના ઠાકુર કૉમ્પ્લેક્સમાં તેરાપંથ ભવન પાસેનું ૨૩ માળનું મકાન અજમેરા બિલ્ડરે મુંબઈ મહાનગરપાલિકાને ક્વૉરન્ટીન ફૅસિલિટી તથા કોરોનાના દર્દીઓની સારવારની કામગીરી માટે સોંપી દીધું છે. એ મકાનના ૩૦૩ ફ્લૅટ્સમાં આઇસોલેશન વૉર્ડ્સ બનાવાશે. સફાઈ અને બેડ ગોઠવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. એ કામ પૂરું થયા પછી ત્યાં ૧૦૦૦ બેડની આઇસોલેશન વૉર્ડની સુવિધા ઉપલબ્ધ થશે. બૃહન્મુંબઈ ડેવલપર્સ અસોસિએશનના સભ્ય એવા અજમેરા સિટીસ્કેપ્સના અલ્પેશ અજમેરાએ ગઈ ૧૬ મેએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શંકરવાર અને આર-સાઉથ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનરને એ મકાનનો કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર માટે ઉપયોગ કરવાની પરવાનગી સુપરત કરી હતી.

અલ્પેશ અજમેરાએ જણાવ્યું હતું કે ‘૨૩ માળના મકાનના ૩૦૩ ફ્લૅટ્સ ઑક્યુપેશન માટે તૈયાર હતા, પરંતુ કટોકટીના આ સમયમાં હું અને મારો પરિવાર સમાજ માટે કંઈક કરવા ઇચ્છતા હતા. સંસદસભ્ય ગોપાલ શેટ્ટી મારા મોટા ભાઈ જેવા છે. મેં અમારી ઇચ્છા વિશે તેમની સાથે ચર્ચા કર્યા બાદ એ મકાન કોવિડ-૧૯ના દર્દીઓની સારવાર તથા અન્ય તબીબી પ્રવૃત્તિઓ માટે આપવાનો નિર્ણય લીધો હતો. ૧૦૦૦ બેડના આ આઇસોલેશન સેન્ટરમાં ૧૦૦ બેડ જો સરકાર આરક્ષિત રાખે તો લોકસભાના સભ્ય ગોપાલ શેટ્ટીએ ૨૫ વેન્ટિલેટર્સની વ્યવસ્થા કરવાની તૈયારી દાખવી છે.’

આવા કપરા સમયે મારો પરિવાર અને હું સમાજ માટે કંઈક કરવા માગતા હતા

- અલ્પેશ અજમેરા,અજમેરા ગ્રુપ ઑફ કંપનીઝ

mumbai mumbai news kandivli coronavirus covid19 lockdown samiullah khan