મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં તૂટ્યો ફૂટઓવર બ્રિજ: 60 ફૂટની ઊંચાઈથી રેલવે ટ્રેક પર પડ્યા લોકો 

27 November, 2022 06:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે

વાયરલ વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનશોટ

મહારાષ્ટ્રના ચંદ્રપુર (Chandrapur Accident)માં એક મોટો અકસ્માત થયો છે. બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. અનેક મુસાફરો પુલ પરથી નીચે પડી ગયા છે. મળતી માહિતી મુજબ પુલની ઊંચાઈ લગભગ 60 ફૂટ હતી. મુસાફરો 60 ફૂટની ઊંચાઈએથી ટ્રેક પર નીચે પડી ગયા છે.

આ દુર્ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી 8ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે ઘણા મુસાફરો કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેન પકડવા માટે પ્લેટફોર્મ નંબર 1થી પ્લેટફોર્મ નંબર 4 તરફ જઈ રહ્યા હતા, ત્યારે અચાનક આ પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. ઇજાગ્રસ્ત મુસાફરોને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશમાં અકસ્માત ટળ્યો

આ પહેલાં આંધ્રપ્રદેશના ચિત્તૂર જિલ્લાના કુપ્પમમાં મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. એક ટ્રેનમાં અચાનક આગ લાગી ગઈ હતી. અચાનક ટ્રેનમાં આગ લાગવાથી નાસભાગ મચી ગઈ હતી. તમને બેંગલુરુથી કુપ્પમ થઈને જતી હાવડા એક્સપ્રેસના S9 એસી કોચમાં આ આગ લાગી હતી.

આ પણ વાંચો: ડીએનએ મૅચ થવાથી શ્રદ્ધાના હત્યા કેસમાં પોલીસને મહત્ત્વનો પુરાવો મળ્યો

mumbai mumbai news maharashtra chandrapur