સુપર સક્સેસ

03 September, 2020 07:33 AM IST  |  Mumbai | Preeti Khuman Thakur

સુપર સક્સેસ

દસ ‌દિવસ મહેનત કરીને સેવા આપી હોવાથી મંડળના કાર્યકતાઓ સ‌હિત તમામને ફૂલવર્ષા કરીને વધાવવામાં આવ્યા હતા.

પ્રી‌તિ ખુમાણ ઠાકુર
મુંબઈ : કોરોના મહામારીના કારણે લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રાજાના પંડાલને રક્તદાન શિબિરમાં ફેરવીને આરોગ્યોત્સવ અને જીવનદાન એટલે કે પ્લાઝમાદાન શિબિરનું આયોજન કર્યું હતું. આ મહોત્સવને મુંબઈગરાઓનો જબરદસ્ત પ્ર‌તિસાદ મળ્યો અને ફક્ત દસ ‌દિવસમાં ૧૦,૨૭૨ બ્લડ બૉટલ ભેગી કરી હતી એટલું જ નહીં, ૨૪૬ પ્લાઝમા સુધ્ધાં ડોનેટ કરાયા હોવાથી કોરોના મહામારીમાં અનેકને જીવનદાન મળશે.
બેસી રહેવા કરતાં કોઈ સેવા કરીએ તો કંઈ કામ તો આવે એમ કહેતાં લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળના અધ્યક્ષ બાળાસાહેબ કાબળેએ ‘‌મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે ભકતો દ્વારા લગભગ ૧૨ કરોડ રૂપિયાનું દાન આવ્યું હતું અને આ વર્ષે ભક્તો બ્લડ અને પ્લાઝમા-ડોનેશન કરવા સામેથી આવ્યા હતા. ૧૦ ‌દિવસ ભારે મહેનત પડી ગઈ, પરંતુ આ સેવા કોઈને જીવનદાન આપે તો એનાથી ‌વિશેષ શું કહેવાય. નાયર, જેજે, વા‌ડિયા, સાયન, કેઈએમ અને અન્ય બ્લડ-બૅન્ક એમ કુલ ૪૦ બ્લડ-બૅન્કોએ ભાગ લીધો હતો. ૧૧૧ શહીદ થયેલા પોલીસ કોરોના યોદ્વાઓના પરિવારને પણ સન્મા‌નિત કરીને આ‌ર્થિક સહાય કરાઈ હતી. આમ તો અમારી સામા‌જિક પ્રવૃ‌ત્તિઓ ચાલતી જ હોય છે, પરંતુ કોરોના કાળમાં લોકોએ આપેલા સારા પ્રતિસાદને ધ્યાનમાં લઈને આગામી સમયમાં અન્ય પ્રવૃ‌ત્તિઓ હાથ ધરવાના પ્રયાસો કરીશું.’

તારીખ બૉટલ
૨૨ ઑગસ્ટ ૪૪૪
૨૩ ઑગસ્ટ ૯૩૦
૨૪ ઑગસ્ટ ૮૧૫
૨૫ ઑગસ્ટ ૯૩૪
૨૬ ઑગસ્ટ ૮૬૦
૨૭ ઑગસ્ટ ૮૦૨
૨૮ ઑગસ્ટ ૭૪૪
૨૯ ઑગસ્ટ ૧૩૦૩
૩૦ ઑગસ્ટ ૧૭૭૯
૩૧ ઑગસ્ટ ૧૬૬૨
કુલ૧૦,૨૭૨

preeti khuman-thakur mumbai mumbai news lalbaugcha raja lalbaug