અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો

09 August, 2012 05:10 AM IST  | 

અર્નાળાના હજારો મચ્છીમારોનો તહેસીલદારની ઑફિસે મોરચો

 

અર્નાળા વિસ્તારમાં આવેલા માછીમારોની આરક્ષિત જગ્યા પર થયેલા અતિક્રમણ સામે તેમ જ અર્નાળાને નવું બંદર બનાવવા માટે આપવામાં આવેલી મંજૂરી સામે વિરોધ વ્યક્ત કરવા આ મોરચો કાઢવામાં આવ્યો હતો. અર્નાળા વિસ્તારમાં શાસનમાન્ય માછીમારોની આરક્ષિત જગ્યા સર્વે-ક્રમાંક ૧૪૪ અને ૧૪૫ની ૩૮ એકર જમીન પર ઘણા રિસૉર્ટ બાંધવામાં આવ્યા છે એટલે અર્નાળાના માછીમારોના ધંધાને ભારે અસર થઈ રહી છે. આ ઉપરાંત અર્નાળામાં નવું અત્યાધુનિક બંદર બાંધવા માટે શાસને માન્યતા આપી છે જેની પણ વિપરીત અસર માછીમારોના ધંધા પર થવાની હોવાથી એનો વિરોધ પ્રદર્શિત કરવા તેમણે મોરચો કાઢ્યો હતો. આ નવા બંદરને કારણે માછલી સૂકવવાની જગ્યા નહીં રહે એટલે મચ્છીમારીના ધંધા પર ભારે અસર થશે. થાણે જિલ્લાનો માછીમારીનો મોટા ભાગનો વ્યવસાય અર્નાળામાંથી જ થાય છે.