20 May, 2025 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં તિરંગા યાત્રા બાદ મુંબઈમાં પહેલવહેલી સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આશરે ૧૫૦૦ મહિલાઓ ભાગ લેશે. આતંકવાદ વિરુદ્ધ ભારતીય સેનાએ હાથ ધરેલા ઑપરેશન સિંદૂરની સફળતાને વધાવવા માટે અને ભારતીય સૈનિકોના શૌર્યના સન્માન માટે મહિલાઓ દ્વારા સિંદૂર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સાંજે ૪.૩૦ વાગ્યે ગામદેવીમાં આવેલા મણિભવનથી યાત્રા આરંભ થશે જેનું સંચાલન શહીદ કૅપ્ટન વિનાયક ગોરેનાં વીરમાતા અનુરાધા ગોરે અને સામાજિક કાર્યકર ડૉ. મંજુ લોઢા કરશે. યાત્રામાં શહીદ સૈનિકોની પત્નીઓ અને પરિવારજનો, સામાજિક કાર્યકરો, મરાઠી ફિલ્મની ઍક્ટ્રેસિસ તેમ જ અન્ય ખ્યાતનામ મહિલાઓ પણ જોડાશે.
રાજ્યના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાની ઉપસ્થિતિમાં છત્રપતિ શિવાજી મહારાજના સ્ટૅચ્યુને શ્રદ્ધાંજલિ આપીને યાત્રાનું સમાપન થશે.