તળોજા જેલની બહાર થયેલા ફાયરિંગમાં છ જણની ધરપકડ

11 September, 2012 05:28 AM IST  | 

તળોજા જેલની બહાર થયેલા ફાયરિંગમાં છ જણની ધરપકડ

રવિવારે સાંજે તળોજા જેલમાં કામ કરતા પોલીસ-અધિકારી ભાસ્કર કચરે તેની જેલમાં ત્રણ વર્ષની સજા ભોગવી રહેલા અને અત્યારે જામીન પર બહાર રહેલા ખારઘર રહેતા આરોપી અનવર અબ્દુલ પટેલ સાથે તેની કારમાં બહાર જઈ રહ્યા હતા એ દરમ્યાન રૅપિડ ઍક્શન ર્ફોસની ઑફિસ પાસે ગોળીબાર થયો હતો જેમાં તેઓ ગંભીર રીતે જખ્ામી થયા હતા. અત્યારે તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. પોલીસ-અધિકારી ભાસ્કર પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસે ગઈ કાલે છ શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે, જેમની પૂછપરછ ચાલી રહી છે.

પોલીસ અત્યારે બે ઍન્ગલ પર તપાસ કરી રહી છે, જેમાં પહેલી થિયરી મુજબ આરોપી અનવર અબ્દુલ પટેલ જેલમાં હતો એ દરમ્યાન જ પોલીસ-અધિકારી ભાસ્કરની તેની સાથે દોસ્તી જેવા સંબંધ થઈ ગયા હતા. અત્યારે જામીન પર બહાર રહેલા અબ્દુલ સાથે તેની કારમાં રવિવારે ભાસ્કર બહાર જઈ રહ્યા હતા એ દરમ્યાન અનવર પટેલ ભૂલથી ખોટી લેનમાં ઘૂસી ગયો હતો એટલે ન્જ કરવા દરમ્યાન પાછળથી આવી રહેલી બાઇકવાલા સાથે તેનો ઝઘડો થયો હતો, જેમાં બાઇકવાળાએ અબ્દુલ પટેલ પર ફાયરિંગ કર્યું હતું પણ તેને બદલે ભાસ્કરને ગોળી વાગી જતાં તે જખમી થયા હતા.

બીજી થિયરી મુજબ અબ્દુલ પટેલને તેના ગામમાં રહેલી પ્રૉપર્ટીને લીધે કોઈ સાથે મોટો ઝઘડો ચાલી રહ્યો હતો અને એમાં જ તેની હત્યા કરવાની કોઈએ સુપારી આપી હતી. એ મુજબ તેના પર રવિવારે ફાયરિંગ થયું હતું, પણ એ કારમાં નીચે બેસી જતાં ગોળી ભાસ્કરને વાગી હતી. એ સિવાય અન્ય એક થિયરી પર પણ પોલીસ તપાસ કરી રહી છે જેમાં અબ્દુલ પટેલને ભાસ્કર સાથે જ થોડા સમય પહેલાં ઝઘડો થઈ ગયો હતો અને એટલે અબ્દુલે જ તેની હત્યા કરવાની યોજના બનાવી હોવી જોઈએ.

મોટાં-મોટાં માથાંઓ તળોજા જેલમાં બંધ છે, જેમાં નગરસેવક જામસાંડેકરના હત્યા-પ્રકરણમાં હાલમાં જ જન્મટીપની સજા જેને મળી છે તે ડૉન અરુણ ગવળી અને પોટુર્ગલથી પ્રત્યારોપણ દ્વારા ભારત લાવવામાં આવેલા અબુ સાલેમનો પણ સમાવેશ છે.