ગોરેગામમાં ડેકોરેશન મટીરિયલના ગોડાઉનમાં આગ

25 December, 2020 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોરેગામમાં ડેકોરેશન મટીરિયલના ગોડાઉનમાં આગ

પ્રતીકાત્મક તસવીર

ગોરેગામ-ઈસ્ટમાં ફિલ્મસિટી રોડ પર આવેલા વાઘેશ્વરી ટેમ્પલના પ્રાંગણમાં આવેલા ડેકોરેશન રાખવાના ગોડાઉનમાં ગઈ કાલે બપોરે ૩.૩૯ વાગ્યે આગ ફાટી નીકળી હતી, જેની જાણ તરત ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી.

ફાય બ્રિગેડ કન્ટ્રોલના જણાવ્યા અનુસાર ઘટનાની જાણ થતાં ૪ ફાયર-એન્જિન અને ચાર વૉટર ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાતા હતા એટલે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. કાચું બાંધકામ ધરાવતા ગોડાઉનમાં લાકડાની ફ્રેમ, પડદા, પ્લાસ્ટિક અને ફાઇબરનું મટીરિયલ હતું જે બધું જ ઝડપથી આગ પકડે એવુ હતું. ૧૦૦૦ સ્ક્વેર ફુટના ગોડાઉનમાં રાખેલા એ મટીરિયલે તરત જ આગ પકડી લીધી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ ૧૭.૫૭ વાગ્યે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

દિંડોશી પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્ર કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આગ લાગ્યાની જાણ થતાં જ અમારી પોલીસ-ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ફાયરબ્રિગડના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાના અહેવાલ નથી.

mumbai mumbai news goregaon