થાણેમાં બિલ્ડિંગના મીટરરૂમમાં લાગેલી આગ વિકરાળ થાય એ પહેલાં જ કાબૂમાં લેવાઈ

08 May, 2026 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨ ઇલેક્ટ્રિક મીટરને નુકસાન થયું હતું. આગ વધુ ફેલાય એ પહેલાં જ ફાયર-બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવાઈ હતી.

ઘટનાસ્થળ

થાણેમાં બુધવારે મધરાત બાદ એક રેસિડેન્શિયલ બિલ્ડિંગના મીટરરૂમમાં આગ લાગી હતી. એમાં ૧૨ ઇલેક્ટ્રિક મીટરને નુકસાન થયું હતું. આગ વધુ ફેલાય એ પહેલાં જ ફાયર-બ્રિગેડ દ્વારા કાબૂમાં લેવાઈ હતી.

થાણે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના વડા યાસિન તડવીએ કહ્યું હતું કે ‘પાચપાખાડી વિસ્તારમાંના ૩ માળના સારિકા અપાર્ટમેન્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરની મીટરરૂમમાં બુધવારે રાત્રે ૧.૧૨ વાગ્યે લાગેલી આગમાં કોઈને ઈજા થઈ નથી. મીટરરૂમમાંથી નીકળતા ધુમાડાને કારણે રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો, જેને કારણે તેઓ સાવચેતીના પગલા તરીકે પોતાનાં ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. આગ વિકરાળ બને એ પહેલાં જ ફાયર-બ્રિગેડ દ્વારા ૧.૩૫ વાગ્યા સુધીમાં કાબૂમાં લેવામાં આવી હતી. પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી હતી અને કોઈને ઈજા થઈ નહોતી. ફાયર-બ્રિગેડ દ્વારા આ વિસ્તારને સુરક્ષિત જાહેર કર્યા પછી લગભગ એક કલાક પછી રહેવાસીઓ તેમના અપાર્ટમેન્ટમાં પાછા ફર્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’

mumbai news mumbai thane fire incident mumbai fire brigade mumbai police