ભાયખલામાં લાગેલી આગમાંથી ૧૦-૧૨ જણને બચાવી લેવાયા

23 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘટનાની જાણ થતાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના E વૉર્ડના ઑફિસરો, ફાયર-બ્રિગેડ, લોકલ પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં

ભાયખલામાં લાગેલી આગ

મહાલક્ષ્મી સાત રસ્તા જંક્શન પાસે આવેલા બે માળના મકાનમાં ગઈ કાલે સાંજે આગ ફાટી નીકળી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ ઉપરના માળે ફસાયેલા ૧૦-૧૨ લોકોને સુરક્ષિત બચાવી લીધા હતા.

સાત રસ્તા જંક્શન પાસે આવેલા સંત રોહિદાસ ગાર્ડન નજીકના મુસા હાઉસમાં સાંજે ૬.૨૦ વાગ્યે આ આગ મકાનની નીચે આવેલી દુકાનમાં લાગી હતી. આ આગમાં ૫-૬ કૉમ્પ્રેસર, લિક્વિડ પેટ્રોલિયમ ગૅસનાં સિલિન્ડર, લાકડાનું ફર્નિચર, ઘરવખરી વગેરે બળીને ખાખ થઈ ગયાં હતાં. ઘટનાની જાણ થતાં જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના E વૉર્ડના ઑફિસરો, ફાયર-બ્રિગેડ, લોકલ પોલીસ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું.

fire incident mumbai fire brigade mahalaxmi byculla news mumbai mumbai news brihanmumbai municipal corporation