મુંબઇના ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે હાજર

17 November, 2020 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મુંબઇના ગોડાઉનમાં લાગી આગ, ફાયર બ્રિગેડની છ ગાડીઓ ઘટનાસ્થળે હાજર

તસવીર સૌજન્ય એએનઆઇ

 

મુંબઇના સાકીનાકા વિસ્તારમાં સવારે 90 ફિટ પર પર એકાએક આગ લાગવાને કારણે અફરા-તફરી મચી ગઈ. આ આગ ત્રણ નંબર ખાડી પાસે સાકીનાકાની ઝૂંપડીમાં લાગી. જણાવવાનું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગરીબ મજૂરો અને અન્ય કામગારો રહે છે.

ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની 6 ગાડીઓ હાજર હતી. હાલ કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી. ફાયર કન્ટ્રોલ વિભાગે આગ પર કાબૂ મેળવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો. ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે ફાયર કન્ટ્રોલ માટે ટીમ પહોંચી ગઈ હતી. જો આગ વધુ ફેલાઇ ગઈ હોત તો મોટી સંખ્યામાં જાનમાલનું નુકસાન થવાની શક્યતા હતી. કારણ આગ ખૂબ જ ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં લાગી. એવામાં ફાયર વિભાગ તરફથી દરેક શક્ય પ્રયત્ન કરીને આગને અટકાવવાનું કામ કરવામાં આવ્યું.

અધિકારીઓએ જણાવ્યું કે ગોદામમાં સવારે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ આગ લાગી, જ્યાં સામાન રાખવામાં આવ્યો હતો. આગ પછી નજીકના પૂર્વ ઉપનગર સ્થિત ઝૂંપડી-વિસ્તારમાં પણ ફેલાઇ ગઈ.

ફાયર વિભાગે આને બીજી શ્રેણી એટલે કે ભીષણ આગ જણાવી. અધિકારીએ જણાવ્યું કે વિભાગની નવ ગાડીઓ, છ જેટી અને પાણીના બે ટેન્કર સિવાય એક એમ્બ્યુલેન્સ પણ હાજર છે.

નગર નિગમના એક અધિકારીએ જણાવ્યું કે, "કોઇના ઇજાગ્રસ્ત થવાના સમાચાર નથી." અને આગ લાગવાનું કારણ હજી સુધી ખબર પડી નથી.

sakinaka mumbai mumbai news