23 May, 2025 09:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કાંદિવલીના ઠાકુર વિલેજના બિલ્ડિંગમાં લાગી આગ
કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં આવેલા સરોવા કૉમ્પ્લેક્સની ૩૨ માળની ઇમારતમાં ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આગ શૉર્ટ-સર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં કહેવાયું હતું. ફાયર-બ્રિગેડના જવાનોએ અડધો કલાકમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈને ઈજા થવાના અહેવાલ નથી. તસવીર : સતેજ શિંદે
બોરીવલીમાં સ્કાયવૉક પર આગ
બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની સામે આવેલા સ્કાયવૉક પર ગઈ કાલે સાંજે નાની આગ ફાટી નીકળી હતી. સાંજનો સમય હોવાથી ત્યાં ઘણી અવરજવર હતી. સાવચેતીના મુદ્દે થોડો વખત એની નીચેના સ્વામી વિવેકાનંદ રોડ પરનો ટ્રાફિક અટકાવી દેવામાં આવ્યો હતો.
થાણેમાં સોસાયટીની લિફ્ટ બગડી ગઈ, એમાં પાંચ જણ ફસાઈ ગયા
થાણેના બાણેમાં સોસાયટીની લિફ્ટ બગડી ગઈ, એમાં પાંચ જણ ફસાઈ ગયાલકુમ વિસ્તારમાં આવેલા ૩૮ માળના વૈકુંઠ પિરામલ કૉમ્પ્લેક્સના એક બિલ્ડિંગની લિફ્ટમાં ટેક્નિકલ ફૉલ્ટ આવતાં લિફ્ટ ત્રીજા માળે અટકી ગઈ હતી અને એમાં પાંચ જણ ફસાઈ ગયા હતા. એમાં બે વર્ષની બાળકીનો પણ સમાવેશ હતો. મંગળવાર રાતે ૧૨.૫૦ વાગ્યે આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ તરત જ ફાયર-બ્રિગેડને કરવામાં આવી હતી. ફાયર-બ્રિગેડના જવાનોએ પચીસ મિનિટની મથામણ પછી તેમને સુરિક્ષત બહાર કાઢ્યા હતા.
થાણેમાં કમ્પાઉન્ડ-વૉલ તૂટી પડી, ૩ વાહનોને નુકસાન
થાણે-વેસ્ટના વાગળે એસ્ટેટમાં આવેલી ઇક્વિનૉક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીની કમ્પાઉન્ડ-વૉલ મંગળવારે મધરાત બાદ ૧૨.૩૦ વાગ્યે તૂટી પડી હતી. એને કારણે એની બાજુમાં પાર્ક કરવામાં આવેલી બે કાર અને એક રિક્ષાને નુકસાન થયું હતું. જોકે મોડી રાત હોવાથી એ ઘટનામાં કોઈને ઈજા થઈ નહોતી.