ચર્ચગેટ સ્થિત મેકર ભવનમાં વહેલી સવારે લાગી આગ

15 July, 2020 12:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચર્ચગેટ સ્થિત મેકર ભવનમાં વહેલી સવારે લાગી આગ

તસવીર સૌજન્ય: એએનઆઈ

દક્ષિણ મુંબઈના ચર્ચગેટ સ્થિત મેકર ભવનની દસ માળની બિલ્ડિંગમાં આજે એટલે કે બુધવારે સવારે ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે પાંચ ફાયર એન્જીન ઘટના સ્થળે પહોંચ્યા હતા. દુર્ઘટનામા કોઈ જાનહાનિ થઈ નથી.

અગ્નિશમન દળના અધિકારીએ આપેલી માહિતી મુજબ, મેકર ભવન ચેમ્બર-1ના પહેલા માળ પર રેકૉર્ડ રૂમ, સર્વર રૂમ અને ઈલેક્ટ્રિક વાયરિંગમાં સવારે ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. પાંચ ફાયર એન્જીન અને જમ્બો ટેન્કરો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવાનું શરૂ કર્યું હતું. લગભગ ત્રણ કલાક બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. તેમજ આગમાં કેટલું નુકસાન થયું છે તેનો કોઈ અંદાજ નથી. મેકર ભવન ચેમ્બરમાં બેન્ક અને અન્ય મહત્વની કંપનીઓની ઓફિસ છે.

મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયામાં ભિષણ આગ લાગી હોવાનો આ બીજો બનાવ છે. શનિવારે સવારે પરાંના બોરીવલી પશ્ચિમમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ શોપિંગ સેન્ટરમાં આગ લાગી હતી. અહીં લાખોનું નુકસાન થયું છે પણ કોઈ જાનહાનિ નહોતી થઈ.

mumbai news mumbai churchgate