મુંબઈ : ભાઈંદરમાં કોરોના વિશે ખોટા સંદેશ ફેલાવનાર સામે કેસ

09 October, 2020 10:36 AM IST  |  Mumbai | Mumbai Correspondent

મુંબઈ : ભાઈંદરમાં કોરોના વિશે ખોટા સંદેશ ફેલાવનાર સામે કેસ

પ્રતીકાત્મક તસવીર

ભાઈંદર-ઈસ્ટના નવઘર વિસ્તારની ૨૦ વર્ષની એક વ્યક્તિ પર મીરા-ભાઈંદર મહાનગરપાલિકા દ્વારા માનવઅંગની હેરફેરના રૅકેટ સહિત કોવિડ -19 પર નકલી સંદેશાઓ પોસ્ટ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે નવઘર પોલીસે હજી સુધી આરોપીની ધરપકડ કરી નથી.

આરોપી દ્વારા મહાનગરપાલિકાની વાંધાજનક અને માનહાનિવાળી પોસ્ટ્સ મૂકીને એમબીએમસીના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કર્મચારીઓ માનવઅંગની હેરાફેરીના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો અને એમબીએમસીના આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19 પરીક્ષણોના ખોટા સંદેશા પણ મૂક્યા હોવાનું સામે આવ્યું હતું. આ વાત સામે આવ્યા બાદ એમબીએમસીના હેલ્થ ઑફિસર સંજીવકુમાર ગાયકવાડે આ પ્રકરણે નવઘર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ વિશે મહાનગરપાલિકાના અધિકારીના જણાવ્યા પ્રમાણે ‘આરોપીએ એમબીએમસીની છબીને ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો જે કોવિડ-૧૯ના રોગચાળા સામે લડી રહ્યા છે. આ નકલી સંદેશને લીધે મીરા-ભાઈંદરના નાગરિકોમાં ગભરાટ કરતી સ્થિતિ ઊભી કરાઈ છે જેના લીધે થઈને ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે કે નવઘર પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું હતું કે ‘પોલીસે આઇપીસીની સંબંધિત કલમો હેઠળ અને એપીડેમિક એક્ટ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ અને મહારાષ્ટ્ર કોવિડ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહ્યા છીએ.’

mumbai mumbai news bhayander coronavirus covid19