નવી મુંબઈના રેલવે સ્ટેશન પાસે ભીષણ આગ, પાર્કિંગમાં 42 બાઇક બળીને ખાખ

28 November, 2022 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુસાફરો માનસરોવર રેલવે સ્ટેશનની બહાર તેમની બાઇક પાર્ક કરે છે

પ્રતીકાત્મક તસવીર

નવી મુંબઈમાં રેલવે સ્ટેશન (Navi Mumbai Railway Station) નજીક એક ટુ વ્હીલરમાં આગ (Navi Mumbai Fire) લાગી છે. આ આગમાં પાર્કિંગમાં રહેલી 42 બાઇક બળીને ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. આ ભીષણ આગમાં કારને ઘણું નુકસાન થયું છે.

નવી મુંબઈમાં માનસરોવર રેલવે સ્ટેશન (Mansarovar Station)ની બહાર આ દુર્ઘટના સર્જાઈ હતી. પાર્કિંગમાં આગ લગતા ઘણા વાહનોને નુકસાન થયું છે. પાર્કિંગમાં પાર્ક કરેલી 42 બાઇક આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

મુસાફરો માનસરોવર રેલવે સ્ટેશનની બહાર તેમની બાઇક પાર્ક કરે છે. આજે પણ રાબેતા મુજબ ઘણા લોકોએ અહીં બાઇક પાર્ક કરી હતી. જો કે આ પાર્કિંગમાં સાંજે સાડા છ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે પાર્કિંગમાં રહેલી 42 બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કેટલીક બાઇક બળીને ખાખ થઇ ગઇ હતી.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પોતાનું પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી

mumbai mumbai news navi mumbai