નાલાસોપારામાં નિષ્ઠુર બાપે બે વર્ષના દીકરાને લાઇટરથી ગાલ પર ડામ દીધા

07 January, 2021 10:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાલાસોપારામાં નિષ્ઠુર બાપે બે વર્ષના દીકરાને લાઇટરથી ગાલ પર ડામ દીધા

પ્રતીકાત્મક તસવીર

નાલાસોપારા (ઈસ્ટ)માં નગીનદાસ પાડામાં આવેલા કોણાર્ક અપાર્ટમેન્ટમાં રહેતા ૨૪ વર્ષના નવાઝ સલીમ ખાને તેના બે વર્ષના દીકરા હાશિરના ગાલ પર તેની પાસે રહેલા સિગારેટના લાઇટરથી ડામ આપ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બાળકને આ સજા મળવાનું ફક્ત એટલું કારણ હતું કે તે તેના મુંબઈમાં રહેતા કાકાના ઘરે જવા માગતો હતો, પરંતુ નવાઝ ખાને તેને પરવાનગી આપવાને બદલે ત્યાં જવા ના પાડી દીધી હતી. એથી બાળક સતત રડી રહ્યો હતો એથી રોષે ભરાઈને નવાઝે લાઇટરનો ઉપયોગ કરીને તેના જમણા ગાલ પર ચટકા આપ્યા હતા.

તુલિંજ પોલીસ સ્ટેશનથી મળેલી માહિતી અનુસાર ‘નવાઝ ખાને રોષે ભરાઈને તેની ૨૪ વર્ષની પત્ની તયાબ્બા તેના દીકરાને ચટકા આપવાથી રોકવામાં વચ્ચે પડી તો તેને પણ લાત મારી અને ચામડાના બૅલ્ટથી મારપીટ કરી હતી.  એ બાદ તેની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી.

mumbai mumbai news Crime News mumbai crime news nalasopara