ડોમ્બિવલીમાં સગા પિતા અને ભાઈ દ્વારા બળાત્કારનો કિસ્સો કચ્છી પરિવારનો

31 December, 2012 03:30 AM IST  | 

ડોમ્બિવલીમાં સગા પિતા અને ભાઈ દ્વારા બળાત્કારનો કિસ્સો કચ્છી પરિવારનો

ટીનેજરના પિતાનો ડોમ્બિવલીમાં ફોટો-સ્ટુડિયો છે અને તેની માતા બે વર્ષથી તેમનાથી અલગ રહે છે. થોડા વખત પહેલાં જ તેમના છૂટાછેડા થયા હતા. બે વર્ષથી મા અલગ રહેતી હોવાથી ટીનેજર ઘરમાં બે વર્ષથી પિતાની અને છેલ્લા બે મહિનાથી ભાઈની વાસનાનો શિકાર બની હતી. તેણે તેમની ધમકીને વશ થવું પડતું હતું. તેમણે ધમકી આપી હતી કે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ અને ઘરની બહાર જાય નહીં.   

ટીનેજર શુક્રવારે રાતે ૮ વાગ્યે ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર બેસીને રડી રહી હતી ત્યારે તેના એક ફ્રેન્ડે તેને જોઈ હતી અને વિગત પૂછી હતી. તે ફ્રેન્ડ પછી તેને પોતાના ઘરે લઈ ગયો હતો. ફ્રેન્ડની મમ્મી સમાજસેવિકા છે તેને ટીનેજરે બધી વાત જણાવી હતી. એ પછી સમાજસેવિકા ટીનેજરને લઈને રામનગર પોલીસ-સ્ટેશન ગઈ હતી અને આ બાબતે ફરિયાદ નોંધાવી હતી. ડોમ્બિવલીના રામનગર પોલીસે ટીનેજરે કરેલી ફરિયાદના આધારે ટીનેજરના પિતા અને ભાઈની ધરપકડ કરી છે.