મુંબઈ : પિતા અને ભાઈનો જ ટીનેજર દીકરી પર બળાત્કાર

30 December, 2012 04:14 AM IST  | 

મુંબઈ : પિતા અને ભાઈનો જ ટીનેજર દીકરી પર બળાત્કાર



અકેલા

મુંબઈ, તા. ૩૦

ડોમ્બિવલીના રામનગર પોલીસ-સ્ટેશને ૫૦ વર્ષના ફોટોગ્રાફર નીતિન (નામ બદલ્યું છે)ની તેની જ ટીનેજર દીકરી પર બળાત્કાર કરવાના આરોપસર ધરપકડ કરી છે. વાત આટલેથી જ અટકતી નથી. તે ટીનેજરનો ભાઈ સુશાંત (નામ બદલ્યું છે) પણ તેના પર બળાત્કાર કરતો હોવાનો ટીનેજરે આક્ષેપ કરતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

ફડકે રોડ પર રહેતા નીતિને તેની પત્નીને બે વર્ષ પહેલાં છૂટાછેડા આપ્યા છે. એ પછી તે તેની જ ટીનેજર દીકરી પર બળાત્કાર કરતો હતો. તેણે દીકરીને ધમકી આપી હતી કે ઘરની વાત ઘરમાં જ રહેવી જોઈએ, બહાર જાય નહીં. છેલ્લા બે મહિનાથી ટીનેજરના ભાઈ સુશાંતે પણ તેના પર વારંવાર બળાત્કાર કર્યો હોવાનો આક્ષેપ ટીનેજરે કર્યો છે.

તે ટીનેજર શુક્રવારે રાતે આઠ વાગ્યે ડોમ્બિવલી રેલવે-સ્ટેશન પર બેસીને રડી રહી હતી ત્યારે તેના એક ફ્રેન્ડે તેને જોઈ હતી અને વિગત પૂછી હતી. તે ફ્રેન્ડ તેને પોતાના ઘરે લઈ ગયો હતો. તે ફ્રેન્ડની મમ્મી સમાજસેવિકા છે. તેને ટીનેજરે આ વાત જણાવી હતી. એ પછી તે સમાજસેવિકા તે ટીનેજરને લઈને રામનગર પોલીસ-સ્ટેશન ગઈ હતી અને આ બાબતની ફરિયાદ નોંધાવી છે.

ટીનજેરના ભાઈએ કબૂલ્યું છે કે છેલ્લા બે મહિનાથી તે બળાત્કાર કરી રહ્યો હતો. રામનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિલાસ જાધવે કહ્યું હતું કે અમને આ બાબતે ફરિયાદ

મળી છે અને અમે ફરિયાદના આધારે પિતા-પુત્રની ધરપકડ કરી છે.