છ મહિનાના વેકેશન બાદ ફેશન સ્ટ્રીટ ફરી ધમધમી

25 September, 2020 11:56 AM IST  |  Mumbai | Mumbai correspondent

છ મહિનાના વેકેશન બાદ ફેશન સ્ટ્રીટ ફરી ધમધમી

ફેશન સ્ટ્રીટમાં શરૂ થયેલી દુકાનો. તસવીર : આશિષ રાજે

શહેરમાં શોપિંગ માટેનાં લોકપ્રિય સ્થળો પૈકીની એક ફેશન સ્ટ્રીટ છ મહિના પછી ફરી ધમધમતી થઇ છે. બીએમસીએ વૈકલ્પિક દિવસોએ કામ કરવા સહિતની અસંખ્ય શરતો હેઠળ સ્ટોલ્સને ધંધો શરૂ કરવાની પરવાનગી આપી છે. સ્ટોલના મોટાભાગના માલિકો તેમનાં વતનનાં ગામોમાં જતાં રહ્યાં હતાં, તે શહેરમાં પરત ફરવા માંડ્યા છે.
એમજી રોડ પર બોમ્બે જિમખાનાની સામે આવેલી ફેશન સ્ટ્રીટ આ વર્ષે માર્ચ મહિનામાં લોકડાઉનને કારણે બંધ કરી દેવાઇ હતી. બીએમસીએ ભીડ ન થાય, તેથી જૂનમાં સ્ટોલ્સને ખોલવાની મંજૂરી આપી ન હતી.
એક સ્ટોલ માલિક કમાલ અખ્તર દર બીજા દિવસે સ્ટ્રીટની મુલાકાત લેતા હતા. “આ મારી રોજી-રોટીનો આધાર હોવાથી બીએમસી અમને સ્ટોલ્સ ખોલવાની પરવાનગી આપશે, તેવી આશા સાથે રોજ અહીં આવતો હતો. આખરે મંજૂરી મળી ગઇ છે. બીએમસીએ વૈકલ્પિક દિવસોએ સ્ટોલ ખોલવા જણાવ્યું છે, ત્યારે મોટાભાગના વર્કર્સ અને સ્ટોલ માલિકો હજી પણ તેમનાં ગામડે હોવાથી માંડ 20 ટકા સ્ટોલ્સ ખૂલે છે. વળી ગ્રાહકો પણ ભાગ્યે જ ફરકે છે. એક દિવસમાં માંડ એક શર્ટ વેચાય છે,” તેમ અખ્તરે જણાવ્યું હતું.

mumbai mumbai news