મહારાષ્ટ્રમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન,નાસિકથી મુંબઇ વળ્યા ખેડૂતો

24 January, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રમાં પણ કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન,નાસિકથી મુંબઇ વળ્યા ખેડૂતો

તસવીર સૌજન્ય મિડ-ડે

કેન્દ્રના નવા કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હીની સીમાઓ પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. ગણતંત્ર દિવસે ખેડૂતો ટ્રેક્ટર પરેડ કાઢવાના છે. આ દરમિયાન તેમના સમર્થનમાં રવિવારે ખેડૂતોએ મહારાષ્ટ્રના નાસિકથી મુંબઇ તરફ માર્ચ શરૂ કરી દીધું છે. અખિલ ભારતીય ખેડૂત સભાના બેનર હેઠળ આ પ્રદર્શન થઈ રહ્યું છે. આની યોજના મુંબઇમાં એકઠા થવાની છે અને પછી દિલ્હી તરફ જવાની છે.

લગભગ 15 હજાર ખેડૂતોએ શનિવારે નાસિકથી મુંબઇ સુધી પોતાની રાજ્યવ્યાપી વાહન માર્ચ શરૂ કરી. સેંકડો ટેમ્પો અને અન્ય વાહનો સાથે ગોલ્ફ ક્લબ મેદાનથી આ માર્ચની શરૂઆત થઈ. રાતે આ ઇગતપુરી પાસેના ઘાટાંડેવીમાં થોભ્યા. આજે સવારે ખેડૂતોએ કસારા ઘાટ તરફથી માર્ચ શરૂ કરી, જેથી તે મુંબઇ પહોંચી શકે.

એક પ્રદર્શનકારીએ કહ્યું કે ભાજપ સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કાળા કાયદા ખેડૂતો વિરોધી છે. અમારો અવાજ મહારાષ્ટ્રથી મુંબઇ સુધી પહોંચવાનો છે. અમે મુંબઇ સુધી માર્ચ કરશું અને પછી 26 જાન્યુઆરીના દિલ્હી પહોંચશું. થાણે, નાસિક, પાલઘર અને અહમદનગર દેવા ઓછામાં ઓછા 23 જિલ્લાના ખેડૂતો અમારી માર્ચમાં સામેલ થયા.

ગણતંત્ર દિવસે 'ખેડૂત ગણતંત્ર પરેડ'માં ભાગ લેવા આખા દેશમાંથી ખેડૂતો દિલ્હી તરફ માર્ચ કરી રહ્યા છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી ટ્રેક્ટર ટિકરી બૉર્ડર પર પહોંચી ગયા છે. સંયુક્ત ખેડૂત મોર્ચાએ ખેડૂતોને 23તી 26 જાન્યુઆરી સુધી આંદોલનમાં ભાગ લેવા માટે કહ્યું છે. આમાં રાજ્યોના રાજ્યપાલો વિરુદ્ધ રેલીઓ પણ સામેલ છે. ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની સીમાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતો ત્રણેય નવા કૃષિ કાયદાના પાછાં ખેંચવાની માગ પર મક્કમ છે. તે કેન્દ્ર સરકાર વાતચીતના માધ્યમે ગતિરોધ માટે ઉકેલ લાવવા માગે છે. બન્ને પક્ષો વચ્ચે અનેકવાર વાતચીત થઈ ચૂકી છે, પણ અત્યાર સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. સુપ્રીમ કૉર્ટે નવા કાયદા લાગૂ પાડવા પર હાલ પ્રતિબંધ મૂક્યો છે. સાથે એક કમિટીનું પણ ગઠન કર્યું છે.

mumbai mumbai news nashik