નામી કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

29 December, 2020 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

નામી કાર ડિઝાઇનર દિલીપ છાબરિયાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

તસવીર સૌજન્ય જાગરણ

લોકપ્રિય કાર ડિઝાઇનર (Car Designer) દિલીપ છાબરિયા (Dilip Chhabaria)ને સોમવારે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે (Mumbai Crime Branch) દગાખોરી અને ષડયંત્રખોરીના કેસમાં ધરપકડ કરી હતી. કાર મૉડિફિકેશન સ્ટૂડિયો DCના માલિક દિલીપ છાબરિયા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાનો ધારો 420, 465, 467, 471, 120(B) અને 34 હેઠળ નોંધવામાં આવ્યો હતો. 

જણાવવાનું કે પોલીસ દ્વારા આ મામલે જોડાયેલી હાઇ-એન્ડ કાર પણ જપ્ત કરી લેવામાં આવી છે. કાર હાલ મુંબઇ પોલીસ મુખ્યાલયમાં છે. મળતી માહિતી પ્રમાણે દિલીપ છાબરિયા વિરુદ્ધ 19 ડિસેમ્બરના ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પલીસ હજી આ મામલે વધુ માહિતી આપી શકી નથી, પણ સૂત્રો પ્રમાણે આ મામલા સંબંધે કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

જો તમે ક્યારે પણ ભારતમાં ડિસી ડિઝાઇન કારના પોર્ટફોલિયો વિશે સાંભળ્યું છે, તો તમે ચોક્કસ આ કંપનીની પાછળના નામ વિશે જાણતા હશો. આ કંપની બનાવનારા દિલીપ છાબરિયા છે, જેમણે ડીસી ડિઝાઇનની સ્થાપ્ના કરી હતી. છાબરિયાનું નામ તેમના ડિઝાઇન્સ માટે ઑટોમોટિવ સર્કિટમાં ફેલાયેલો છે.

તેમના ગેરેજની પ્રમુખ કાસ ડીસી અવંતી (DC Avanti) છે. જે પહેલી સ્વદેશી ભારતીય સ્પોર્ટ્સ કાર છે. આ કાર વિશ્વમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ડીસી અવંતીને 170mmનું ગ્રાઉન્ડ ક્લિયરેન્સ મળે છે જે ભારતમાં કેટલીક હૅચબૅક કારની તુલનામાં વધારે છે. તો વાત કરવામાં આવે સ્પીડની તો ડીસી અવંતીની ઇલેક્ટ્રોનિક લિમિટેડ ટૉપ સ્પીડ લગભગ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે સીમિત છે.

mumbai mumbai news mumbai crime branch mumbai crime news