મુંબઇમાં પૂર્વ સૈનિકો તેમજ શહીદોના પરિવારજનોએ નહીં ભરવો પડે પ્રૉપર્ટી ટેક્સ

03 August, 2021 05:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએમસીએ પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ માટે કેટલીક શરતો મૂકી છે, જે પ્રમાણે સૈનિકનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોય, અથવા 15 વર્ષ રાજ્યમાં રહ્યા હોય. તેમની પાસે ડોમેસાઈલ સર્ટિફિકેટ હોય.

તસવીર સૌજન્ય મિડ-ડે

બીએમસીએ પૂર્વ સૈનિક, શહીદ સૈનિકની વિધવા અને અવિવાહિત શહીદ સૈનિકોના પરિવારજનોને મુંબઇમાં પ્રૉપર્ટી ટૅક્સ ભરવાની છૂટનો નિર્ણય જાહેર કર્યો છે. આ પ્રસ્તાવ સ્થાઈ સમિતિ પાસે મોકલવામાં આવ્યો, જેના પર બુધવારે નિર્ણય લેવામાં આવશે.

જણાવવાનું કે પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકો અને અવિવાહિત શહગી સૈનિકના પરિવારજનોને પ્રૉપર્ટી ટેક્સમાં છૂટ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. રાજ્ય સરકારના નિર્ણયને બીએમસીએ મુંબઇમાં પણ લાગૂ પાડવાનો નિર્ણય લીધો છે. આ છૂટ સંબંધિત વ્યક્તિના મૃત થયા પહેલા સુધી જ મળશે. બીએમસીએ સ્પષ્ટ કર્યું છે કે આ છૂટ રાજ્યમાં એક જ પ્રૉપર્ટી પર આપવામાં આવશે.

પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ મેળવવા સંબંધે પરિવારજનોને જિલ્લા સૈનિક બૉર્ડ અધિકારી પાસેથી પ્રમાણ-પત્ર લાવીને આપવાનું રહેશે. સ્થાઈ સમિતિની બેઠકમાં બુધવારે પૂર્વ સૈનિકો, શહીદ સૈનિકોની વિધવા અને અવિવાહિત શહીદ સૈનિકોના પરિવારજનોને પ્રૉપર્ટી ટૅક્સમાં છૂટ આપવાના વિષયે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.

Mumbai mumbai news brihanmumbai municipal corporation